Vadodara

વડોદરા : ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રીઝલ્ટ સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકાશે

માર્કશીટ માટે પરીક્ષાર્થીઓને એક દિવસની રાહ જોવી પડશે

ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા પત્ર જારી કરાયો :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતા પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય તેવી અટકળ હતી. ત્યારે બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે. નોંધનીય છે કે, બોર્ડના કુલ 1,03,300 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. શહેરમાં શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 54 નવા કેન્દ્રોના ઉમેરા ખાતે 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા હતા. જેમાં ધોરણ 10 ની 45 કેન્દ્ર પર ધોરણ 12 ની 21 કેન્દ્ર પર અને વિજ્ઞાન પ્રવાહની 9 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાય હતી. જેમાં અંદાજિત એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ બોર્ડની પરીક્ષા આપી હતી.

Most Popular

To Top