Sports

IND vs PAK મેચ પર વરસાદના વાદળો છવાયા, અમદાવાદમાં 14-15 ઓક્ટોબરે વરસાદની આગાહી

નવી દિલ્હી: ભારતમાં (India) ક્રિકેટ વર્લ્ડ કપનો (World cup 2023) અનેરો ક્રેઝ જોવા મળે છે. તેમાં પણ જો ભારત અને પાકિસ્તાનનો મેચ (India-Pakistan) હોય તો દરેક ભારતીય નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો જુદો જ ઉત્સાહ જોવા મળે છે. 14 ઓક્ટોબરે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, જેને લઇને એક તરફ તમામ લોકો તેની રાહ જોઇ રહ્યા છે, જયારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેના કારણે માત્ર વર્લ્ડ કપ જ નહિ પરંતુ નવરાત્રિ પર પણ વરસાદના વાદળો છવાશે એમ કહી શકાય છે. હવામાન વિભાગની એક આગાહીએ ક્રિકેટપ્રેમીઓ અને ગરબા રસિકો બન્નેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુ હતું કે અમદાવાદ અને ગાંધીનગર સહિત પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં 14-15 ઓક્ટોબરે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહિ અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ ક્રેકિટ મેચ પર પણ વરસાદમાં ધોવીઇ જશે અવી સંભાવનાઓ છે.

14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત ટકરાશે. આ શાનદાર મેચ જોવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને બોલિવૂડના અનેક સ્ટાર્સ અમદાવાદ પહોંચવાના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર, આ મેચ જોવા માટે અમિતાભ બચ્ચન અને થલાઈવાસ રજનીકાંત અને અરિજિત સિંહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે.

આ શાનદાર મેચ પહેલા શુભમન ગિલ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. તે ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ પહેલા જ અમદાવાદ પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચમાં રમતા જોવા મળ્યા નથી. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા તેને ડેન્ગ્યુ થયો હતો. ભારતે ચેન્નાઈમાં પ્રથમ મેચ રમી હતી, જ્યાં ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ માટે તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી પણ ગયો ન હતો. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયા છે. પરંતુ હાલમાં શુભમનના રમવા અંગે કોઈ માહિતી સામે આવી નથી.

Most Popular

To Top