Sports

IND vs SL: ભારતે શ્રીલંકા સામે મુક્યો 358 રનનો મોટો સ્કોર, શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રન ફટકાર્યા

વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 33મી મેચમાં આજે ભારતનો (India) મુકાબલો શ્રીલંકા (Sri lanka) સામે છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે ટૂંક સમયમાં જ તેને પ્રથમ ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત ફક્ત ચાર રન બનાવી આઉટ થઈ ગયો હતો. બીજી તરફ શુભમન ગિલ 92 બોલમાં 92 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વિરાટ કોહલી પણ પોતાની 49મી સદી ચૂકી ગયો હતો. તેણે 94 બોલમાં 88 રન બનાવ્યા હતા.

ભારતે 8 વિકેટ ગુમાવી 50 ઓવર પછી 357 રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકા સામે 358 રનનો મોટો સ્કોર મુકી દીધો છે. જોકે ભારતના 3 ખેલાડીઓ સદી ચુકી ગયા હતા. વિરાટ અને ગિલના આઉટ થયા બાદ શ્રેયસ અય્યરે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. અય્યરે 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. જેમાં 6 સિક્સર અને 3 ફોરનો સમાવેશ થાય છે.

આ પહેલા બેટીંગ કરવા ઉતરેલી ભારતની ટીમની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી. 4 રનના સ્કોર પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી. રોહિત શર્માએ ઇનિંગના પહેલા બોલે ચોગ્ગો માર્યો હતો પણ બીજા જ બોલે બોલ્ડ થયો હતો. તેને મદુશંકાએ આઉટ કર્યો હતો. 193 રનના સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી હતી. શુભમન ગિલને 92 રન પર મદુશંકાએ આઉટ કર્યો હતો. મદુશંકાએ ત્રીજી વિકેચ લેતા કોહલીને આઉટ કર્યો હતો. કોહલી સચિનના રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયો હતો. તે 88 રને આઉટ થયો હતો. 196 રન પર ભારતની ત્રીજી વિકેટ ગઈ હતી.

ચાર રનની આ ટૂંકી ઈનિંગમાં તેણે ચમત્કાર કરી દીધો. એટલું જ નહીં, મુંબઈમાં રમીને તેણે એ કામ પણ કર્યું જે એમએસ ધોની અને અઝહરુદ્દીન જેવા કેપ્ટન પણ કરી શક્યા નહોતા. રોહિત શર્મા અગાઉ આ વર્ષના ODI વર્લ્ડ કપમાં 6 મેચ રમ્યો હતો અને આ દરમિયાન તેણે પોતાના બેટથી 398 રન બનાવ્યા હતા. એટલે કે તેને 400 રન પૂરા કરવા માટે માત્ર બે રનની જરૂર હતી જે તેણે મેચના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને પૂરા કર્યા હતા.

ટીમ ઈન્ડિયા છમાંથી છ મેચ જીતીને મજબૂત સ્થિતિમાં છે જ્યારે શ્રીલંકાએ છમાંથી માત્ર બે મેચ જીતી છે. તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે જીત સાથે ભારત સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. બીજી તરફ શ્રીલંકા માટે આ કરો યા મરો મેચ છે. હાર તેના માર્ગને અત્યંત મુશ્કેલ બનાવશે. ભારતને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે તેની બાકીની ત્રણ મેચમાંથી ઓછામાં ઓછી એક મેચ જીતવી જરૂરી છે. જો ભારત શ્રીલંકા સામે જીતવામાં સફળ રહે છે તો તે સેમીફાઈનલ રમશે તે નક્કી થશે.

Most Popular

To Top