National

IIT-BHUમાં ગન પોઇંટ પર વિદ્યાર્થીનીના કપડાં ઉતાર્યા, અશ્લીલ ફોટો પાડ્યા, યુનિવર્સિટીમાં બબાલ

નવી દિલ્હી: વારાણસીની (Varanasi) બનારસ હિંદુ યુનિવર્સિટીમાં (BHU) ફરી એકવાર વિદ્યાર્થીની (Student) સાથે છેડતીની મોટી ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે પીડિતા IIT-BHUની વિદ્યાર્થીની બની છે. ગઈકાલે રાત્રે વિદ્યાર્થિનીની છેડતીની ઘટના બાદ BHUના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. 2000 થી વધુ વિદ્યાર્થીઓએ પીડિતાને ન્યાયની માંગ સાથે કેમ્પસમાં વિરોધ (Protest) શરૂ કર્યો છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે આરોપી યુવક સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ ઉપરાંત BHUમાં મજબૂત સુરક્ષા (Security) વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થિની સાથે છેડતીની આ પહેલી ઘટના નથી. આ પહેલા વર્ષ 2017માં પણ આવો જ એક વિદ્યાર્થીની છેડતીનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે આખો દેશ હચમચી ગયો હતો. પરંતુ તેમ છતાં BHU કેમ્પસમાં હજુ પણ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી નથી.

આ વખતે ફરી એકવાર IIT-BHUની બીજા વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે આ વિદ્યાર્થિની તેના એક મિત્ર સાથે કેમ્પસની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી હતી ત્યારે બહારના કેટલાક યુવાનોએ તેમને કૃષિ સંસ્થા પાસે ઘેરી લીધા હતા. પુરૂષ અને મહિલા વિદ્યાર્થીઓને અલગ કર્યા પછી, તેઓએ વિદ્યાર્થિની સાથે ગેરવર્તન કર્યું અને છેડતી કરી હતી. આટલું જ નહીં આરોપ છે કે બદમાશોએ યુવતીના કપડા પણ કાઢી નાખ્યા અને તેની સાથે મારપીટ પણ કરી અને તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. ત્યારબાદ તેની અશ્લીલ તસવીરો પણ લેવામાં આવી હતી. જ્યારે કોલેજના વિદ્યાર્થીઓને આ ઘટનાની જાણ થઈ ત્યારે આજે એટલે કે ગુરુવારે 2000થી વધુ વિદ્યાર્થીઓ હાથમાં બેનર અને પ્લેકાર્ડ લઈને BHU કેમ્પસની અંદર એકઠા થયા અને પછી વિરોધ શરૂ કર્યો છે.

વિદ્યાર્થીઓનો વિરોધ હજુ પણ ચાલુ છે. તેમની માંગ છે કે કેમ્પસમાં કડક સુરક્ષા પુરી પાડવામાં આવે અને વિદ્યાર્થિનીની છેડતી કરનાર બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસે લંકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની શોધ ચાલી રહી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે

Most Popular

To Top