Gujarat

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ઘર બેઠા આ વસ્તુની ચોરીની ફરિયાદ કરાશે ઓનલાઈન

ગાંધીનગર: રાજ્ય સરકારે નાગરિકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નાગરિકો ઘરે બેઠા વાહન (Vehicle) અને મોબાઈલ (Mobile) ચોરીની (Theft) ફરિયાદ (Complain) પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ ઓનલાઈન e-FIRના અમલીકરણની સૂચનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે. જેમાં નાગરિકોની વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ મોબાઈલ એપ કરી શકે છે.

દેશમાં નાગરિકોના આપવામાં આવતી ઓનલાઈન સુવિધામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા e-FIRની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સીટીઝન પોર્ટલ  http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપને અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એપની મદદથી નાગરિકો પોતાના વાહન ચોરી અથવા તો મોબાઈલ ચોરીની e-FIR ઘર બેઠા પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકશે.

ગૃહવિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર e-FIR સુવિધાની કાર્યપ્રણાલી પ્રમાણે પહેલા તો ફરિયાદીએ સિટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન અથવા ફોન ચોરી અંગે ફરિયાદની તમામ વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા ફરીથી એ જ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail અથવા SMSથી FIRની અરજી મળ્યાની જાણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ફરિયાદી દ્વારા તમામ વિગતો ભરતા સમયે જે બનાવ સ્થળની વિગતમાં પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થઈ જશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ e-FIR ફોરવર્ડ થઈ જશે. ત્યાર બાદ જે તે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક e-FIR મોકલી આપવામાં આવશે.

e -FIR મેળવ્યા બાદ પોલીસ કઈ રીતે કામગીરી કરશે
ફરીયાદી દ્વારા પોર્ટલ પર વાહન અથવા તો મોબાઈલ ચોરીની અરજી કર્યા બાદ જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં ફરીયાદીની e-FIR જોઇ શકશે. e-FIR જોયા બાદ ૨૪ કલાકની સમયમર્યાદામાં જ પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલી અપાવમાં આવશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે, સાથે જ ફરિયાદીને પણ E-Mail અથવા SMS દ્વારા જાણ કરવામાં આવશે.

ફરીયાદ અનુસાર તપાસ અધિકારી e-FIR મળતા જ અભ્યાસ કરાશે અને માત્ર 48 કલાકમાં જ તેની પ્રાથમિક તપાસ હાથ ધરી ઉપરી અધિકારીને મોકલશે. ત્યાર બાદ ઉપરી અધિકારી દ્વારા 24 કલાકમાં ફરિયાદનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. અને જો e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. પરંતુ જો  e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના ૭૨ કલાકમાં જે તે પોલીસ સ્ટેશનના અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો 72 કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીઓને કરવામાં આવશે. નોંધનીય છે કે e-FIR ની આ સુવિધા માત્ર તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય અથવા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે. 

Most Popular

To Top