Business

સુન્ની સંરક્ષણ મક્કા કરાર ભારત માટે દુઃખાવો સાબિત થાય?

ભારતનો સબંધ સાઉદી અરેબિયા સાથે કાયમ સારો રહ્યો છે. તેમાં આપણે અફઘાનિસ્તાન સાથે જેવી રીતે આપ લેનો વ્યવહાર તે ભૂમિ પર રોકાણ કર્યું હતું. આખરે તે તાલિબાસ્તાનમાં નાશ પામ્યું. તેનો પડોશી દેશ પાકિસ્તાનછે. પાકિસ્તાનની કરતૂત જગ જાહેર છે. પાકિસ્તાન ક્યારે કેવો નિર્ણય લઇ તેનું કોઈ મુહૂર્ત હોતું નથી. ઓપરેશન સિંદૂર સમયે હાફડા ફાફડા થઈ ગયું હતું. પોતાના સંરક્ષણ કરીને પ્રજાની કાકલુદી સમજી ગયું. સંરક્ષણ કરારમાં સાઉદી અરેબિયા પાકિસ્તાન અને તુર્કી આ ત્રણ દેશોની હાલની પરિસ્થિતિ મુજબ ઘણું બધું જાણી શકાય છે. લશ્કર એક તોઈ બાને પણ ભૂલવું ન જોઈએ. આંતકવાદી જૂથને ક્યારેય હકારાત્મકતા આવી જાય એવી કોઈ ગેરંટી નથી.

1990 માં અફઘાનિસ્તાનમાં સાઉદી નાણા મેળવવા પાકિસ્તાની ડીપ સ્ટેટ દ્વારા કરેલી કર્મ ડાયરી આપણે ન ભૂલવી જોઈએ. વડાપ્રધાન સોશિયલ મીડિયામાં ભલે ટ્વીટ કરીને બેન્જામિન નેતન્યાહૂન ફોન આવ્યો કહે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ અંગ્રેજી જાણકાર દેશ પણ વાહિયાત નિર્ણય લઈને પ્રજાને હેરાન કરે છે. ઉર્દુ જાણનાર પાડોશી દેશો કાયમ હેરાન કરે છે. એટલે ભારતે બીજાને ભરોસે વાંસળી ફુવા કરતા પોતાની ગદા મજબૂત રાખવી પડશે. કારણ આ કલયુગમાં કર્ણ જેવો દાનવીર મળવો મુશ્કેલ છે.વિશ્વનાં નેતાઓ ભલે મોઢે મોટી મોટી વાત કરતા હોય પણ સમય આવ્યે પાપડી ભેગું ઈયળ ન બફાય તે જોવાનું રહ્યું છે.

સુરત     – હરિશ ચૌધરી

Most Popular

To Top