Charchapatra

દ.ગુ. યુનિ.ના વિદ્યાર્થીઓને થતો અન્યાય દૂર થશે?

દક્ષિણ ગુજરાતના અઢીસોથી વધારે કોલેજનું સફળ સંચાલન કરતી ને અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઉચચ જીવન ઘડતર-સંસ્કાર સંવધર્ન કરતી વીર નર્મદ દ.ગુ. યુનિ.ના પરિણામો વર્ષોથી અન્યાય કરતા જણાય છે. આપણી યુનિ. આર્ટસ, કોમર્સ, સાયન્સ અને અન્ય પ્રવાહોના વિદ્યાર્થીઓને 64 ટકા કે થોડા વધુ માર્કસ આપે છે. જ્યારે રાજ્યની અન્યુ યુનિ.ઓ 84 કે તેથી વધુ ટકા આપે છે. પરિણામ સ્વરૂપ આપણા વિદ્યાર્થીઓ રાજ્યના સરકારી વિભાગો બેંક, રેલવે, કેન્દ્રીય કચેરીઓમાં ઓછા ટકા ને કારણે બહુધા નોકરી વંચીત રહી જાય છે. અન્ય યુનિ. વાળા નોકરી મેળવવામાં સફળ રહે છે. અન્યત્ર મુકાતા 20 માર્કમાંથી 18, 19 કે પુરા 20 માર્ક મુકેા છે.

અહીં 8,10,12 મુકે છે. આથી તેજસ્વી વિદ્યાર્થીઓને ટકાવારીમાં નુકશાન થાય છે. વીર નર્મદ દ.ગુ. યુનિ.ના માનવંતા તજજ્ઞ, અભ્યાસુ, આચાર્ય, અધ્યાપક, પરીક્ષા વિભાગ, સિંડીકેટ સભ્યો દીર્ધ મંથન કરી આપણા વિદ્યાર્થીઓ ઓછા ટકાએ પાસ થાય છે તે અન્યાય સત્વરે દૂર કરશે એવી શ્રધ્ધા છે. વર્ષો પછી આપણી નર્મદ દ.ગુ.ના વાઇસ ચાન્સેલર પદે માનનીગય ડો. કે.એલ. ચાવડા સાહેબ કે જેઓ પોતે વિદ્વાન અધ્યાપક, આચાર્યહદે રહી યુનિ.ના મંડળોમાં સારી કામગીરી બજાવી છે. દ.ગુ.ની ભૂગોળ અને શિક્ષણની સમસ્યાઓથી સુપરિચિત છે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top