Vadodara

વાહન ચાલકો પાસેથી તોડપાણી કરતા LRD જવાન સામે કાર્યવાહી થશે?

વડોદરા: શહેરના પ્રવેશ દ્વારો પર વાહન ચાલકોને રોકી એલઆરડી જવાન તગડી તોડપાણી કરે છે.જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. પરંતુ ટ્રાફિક પોલીસ િવભાગ તરફથી આવા એલઆરડી જવાન સામે કાર્યવાહી કરશે ? આમ ખાખીની છબી ખરાબ કરતા જવાન કરતા સ્વચ્છ પ્રતિભા ધરાવતા કોઇ કર્મચારીને ફરજ પર મુકાય તો કોઇ વ્યક્તિએ ભોગ બનવું પડે નહીં. શહેરના પ્રવેશ દ્વારો પર આવા ભ્રષ્ટાચારી કર્મચારીઓ કરતા સ્વચ્છ પ્રતિભા ધરાવતા કર્મચારીને ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી ફરજ મુકવામાં આવે તો પોલીસને છબી ખરડવાનો કોઇ પ્રશ્ન રહે નહીં અને અંદર આવતા લોકોને હેરાન ન થવું પડે.

શહેરના એન્ટ્રી ગેટો પરથી ડંપરિયાઓ ખાનગી વાહનો, હાઈવે પર ચાલનાર ગાડીઓ, ટેક્સી સંચાલકો છકડા, જીપ, ઇકોગાડી, ટ્રક, ટેમ્પો, ભારદાર વાહનોનાે અંદર પ્રવેશ કરીને બિન્દાસ્ત રીતે શહેરમાં ફરી રહ્યા છે. શહેર ટ્રાફિક વિભાગમાં 500 ઉપરાંત એલઆરડી જવાન સહિતના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમાંના કેટલાક જવાનો દ્વારો ગેરકાયદે ફરતા વાહન ચાલકો પાસેથી તગડી રકમનું ઉઘરાણ કરી રહ્યું છે. આ તમામ વિસ્તારોમાં ગેરકાયેદ વાહનો ચલાવતા વાહન ચાલકો એલઆરડી જવાનથી પરેશાન થઇ ગયા છે. કેટલાક વાહન ચાલકો એલઆરડીના ત્રાસથી પોતાનો વિસ્સાત બદલી નાખ્યો છે. જેના કારણે આવા લોક રક્ષક દળના જવાન સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી ?

એલઆરડી જવાન તોડપાણી કરતો હોવાનું જણાશે તો તેની સામે કાર્યવાહી કરાશે
શહેરમાં પ્રવેશવાના માર્ગો પર જે એલઆરડી જવાન તરફથી વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવે છે. જે વિસ્તારમાં તપાસ કરીને તોડપાણી કરનાર કર્મચારીને શોધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. -એસીપી ટ્રાફિક

Most Popular

To Top