Vadodara

શહેરમાં ફુવારા સત્વરે કાર્યરત થાય તેવી માંગ

વડોદરા: ગાયકવાડ શાસનમાં શહેરની શોભા વધારતા ફુવારાઓ અને અન્ય ઐતિહાસિક સ્થળોની ઈમારતોની જાળવણી પ્રત્યે નીરસ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર માત્રને માત્ર વાહવાહી મેળવવા પૂરતું સાફસફાઈ કરતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે તેમજ ઘણાં સમયથી બંધ પડેલા ફુવારાઓ શરૂ કરવા સામાજીક કાર્યકરે માંગ કરી હતી. લાંબા સમય બાદ શહેરના વિવિધ ફુવારા સર્કલમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા સાફસફાઈ કરવામાં આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો.અગાઉ શહેરના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વારંવાર આ મામલે રજુઆત કરવામાં આવી હતી.ત્યારે તંત્ર ભર નિંદ્રા માણી રહ્યું હોય કામગીરી કરવામાં આવી ન હતી.અને હવે તુરંત સાફસફાઈ કરવામાં આવતા સામાજીક કાર્યકરે સવાલો ઉઠાવ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધ્ધિશો માત્રને માત્ર ખોટી નામના અને પ્રશંશા મેળવવા માટે આવી કામગીરી એકવાર નહીં પરંતુ છાશવારે કરવા ટેવાયેલા છે.દેશના વડાપ્રધાનનો કાર્યક્રમ થયો તે ફુવારા સર્કલ ખાતે બીજા દિવસે સાફસફાઈ કરવામાં આવી જે રાબેતા મુજબ થવી જોઈએ.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગાયકવાડ શાસનમાં શહેરની શોભા વધારતા ફુવારાઓ અને અન્ય ઐતિહાસિક સ્થળોની જાળવણી પ્રત્યે નીરસ મહાનગર પાલિકાનું તંત્ર આ ફુવારા અને અન્ય ઐતિહાસિક સ્થળોને માત્ર દેખાડો કરવા પૂરતું જ સાફ સફાઈ કરે છે.પણ વડોદરા શહેરમાં આવેલા ફુવારા કેટલાય સમયથી બંધ હાલતમાં છે.વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ન્યાયમંદિર ખાતે આવેલા ફુવારાની સાફ સફાઈ કરવામાં આવી કારણ કે ત્યાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પણ અન્ય ફુવારાઓની સાફ સફાઈ કરવામાં આવી નથી.તંત્રની ઘોર ઉપેક્ષાના પાત્ર બનેલા આ ફુવારા સત્વરે કાર્યરત થાય તેવી વડોદરા શહેરની જનતા માંગ છે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top