Sports

ડબલ સેન્ચુરી ફટકારી છતાં ઈશાનને ટીમમાંથી કેમ આઉટ થયો?, રોહિત શર્માએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) શ્રીલંકા (Sri Lanka) સામેની ત્રણ મેચની હોમ વનડે શ્રેણી(ODI Series) 2-0થી જીતી લીધી છે. બીજી મેચ ગુરુવારે (12 જાન્યુઆરી) કોલકાતામાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં કેએલ રાહુલે 64 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની શરૂઆતની બે વનડેમાં તક આપવામાં આવી ન હતી. જ્યારે ઈશાને આ પહેલા બાંગ્લાદેશ પ્રવાસ પર વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

ઈશાનને હજુ પણ રાહ જોવી પડશે એક તકની
ઈશાનને ટીમમાંથી બહાર કરવા બદલ કેપ્ટન રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટની ટીકા થઈ રહી છે. રોહિતે ઈશાનની જગ્યાએ શુભમન ગિલને ઓપનિંગમાં તક આપી હતી. હવે બીજી વનડે જીત્યા બાદ રોહિતે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે ઈશાનને હજુ વધુ રાહ જોવી પડશે. હાલમાં ભારતીય વનડે ટીમમાં ટોપ-6 બેટ્સમેન જમણા હાથવાળા છે. આ ખેલાડીઓ છે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા. ડાબોડી બેટ્સમેન અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ 7મા નંબરે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રોહિતે ઈશાન કિશનને તક આપવા અને ટીમના ટોપ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

બેવડી સદી ફટકાર્યા બાદ પણ ઈશાન આઉટ થયો હતો
રોહિતે કહ્યું કે ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવો સારી વાત છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને બાકાત રાખી શકાય નહીં. કેપ્ટનના નિવેદન પરથી અંદાજ લગાવી શકાય છે કે ઈશાનને હજુ પણ તકની રાહ જોવી પડશે. ઇશાને બાંગ્લાદેશ સામે છેલ્લી વનડે મેચ ચિટાગોંગમાં રમી હતી, જેમાં તેણે 131 બોલમાં 210 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યાએ તાજેતરમાં જ શ્રીલંકા સામે ટી20માં સદી ફટકારી હતી.

કેપ્ટન રોહિત ટીમમાં રમી રહેલા ખેલાડીઓથી ખુશ છે
રોહિતે કહ્યું કે, ‘ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવું સારું છે, પરંતુ જે ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે તેઓએ છેલ્લા એક વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે એક આદર્શ રીતે જોવા જઈએ તો અમારે લેફ્ટ બેટ્સમેન રાખવો જોઈએ, પરંતુ અમે અમારા રાઈટ્સ હેન્ડસ બેટ્સમેનોની ક્ષમતા વિશે પણ જાણીએ છીએ અને અમે તેઓની સાથે કમ્ફર્ટેબલ છીએ. રોહિતે એમ પણ કહ્યું કે ટીમમાં રમી રહેલા રાઈટ્સ હેન્ડ ખેલાડીઓમાં દબાણ સહન કરવાની ક્ષમતા છે અને તેઓ વધુ સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે.

Most Popular

To Top