Charchapatra

તમને ભુવાઓની જરૂર જ કેમ પડે છે?

મોટા ભાગના આપણને ગુરુ વિના ચાલતુ નથી.(એમાં કદી ગુરુનો બેક ગ્રાઉન્ડ જોવાતો નથી) આપણે માનસિક રીતે એટલા પછાત છીએ કે જયાં વિજ્ઞાન અટકે ત્યાન બની બેઠેલા કે બાવાઓ ઘુસ મારે જ છે. આજે પણ ભુત ભુવાનું જોર ભારી છે જે પહેલા પણ હતું. ઘર કંકાશ, વેપારમાં ખોટ, પતિ પત્ની વચ્ચે અણબનાવ, આડે પાટે ચઢી ગયેલા સંતાનો આ એવી મૂંઝવણ છે કે કોઇ પાસે સચોટ ઇાલજ નથી. આ માનસિક વ્યથામાંથી તાત્કાલિક આશ્વાસન પામવા ઉપરોકત ભુવાઓ ટાંપીને જ બેઠા છે. અંતે આપણી શારીરિક માનસિક કે આર્થિક બરબાદીમાંથી કયારેય ઉકેલ આવતો નથી. છેવટે ધોવાણ આપણું જ છે.
સુરત              – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top