Comments

ઉદ્વવે ધનુષ-બાણ કેમ ગુમાવ્યા?

ચૂંટણી પંચે ગયા જૂનમાં શરૂ થયેલા એક વિવાદમાં નિવેડો આણ્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળનું શિવસેનાનું જૂથ જ સાચી સેના છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું જૂથ નહીં. આથી પક્ષનું નામ અને ધનુષ બાણનું પ્રતીક શિંદે જૂથના કબ્જામાં રહેશે.
કેમ?
1. પક્ષના બંધારણના હેતુઓ ચૂંટણી પંચને જણાયું કે 2018 જે બંધારણ પક્ષે અપનાવ્યું હતું તે બિન લોકશાહી, એક હથ્થુવાદી અને છેક 1999થી ચૂંટણી પંચને અસ્વીકાર્ય જોગવાઇ ધરાવતું હતું. 2. પક્ષની સંગઠ્ઠનીય પાંખની બહુમતી પણ નિર્ણય કરવા માટે અપુરતી હતી કારણ કે પદાધિકારીઓની માહિતી અપુરતી હતી અને રાષ્ટ્રીય કારોબારી મોટે ભાગે નિયુકત હતી. 3. પક્ષની ધારાસભા પાંખની બહુમતી આ બધા કારણસર પક્ષનું નામ અને તેનું ધનુષ બાણ ચિહ્‌ન ચૂંટણી પંચે શિંદે જૂથને આપ્યું.

મહારાષ્ટ્રમાં સેનાના નામ સાથે લોકોના સંવેદનાત્મક જોડાણને જોતાં મુંબઇમાં આવી રહેલી મ્યુનિસિપલ ચૂંટણી પહેલા આ ચોક્કસપણે શિંદે જૂથને ફાયદો કરાવશે. ચૂંટણી પંચનો ચુકાદો એ સમયે આવ્યો છે જયારે હજી સુપ્રીમ કોર્ટે નાયબ અધ્યક્ષને જ દૂર કરવા માટે નોટિસ અપાઇ હોય ત્યારે તે સમયે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના વિવાદનો ચુકાદો હજી આપવાનો બાકી છે. સુનાવણી દરમ્યાન ઉદ્ધવ ઠાકરે જૂથે એવી દલીલ કરી હતી કે શિંદે અને તેમના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની બાબત હજુ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ પડતર છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટે અમારી કાર્યવાહી સામે મનાઇ હુકમ આપ્યો નથી અને સાદીક અલીના મુકદ્દામામાં એવું સ્થાપિત થયું હતું કે આવા વિવાદનો નિર્ણય કરવા માટેની ચૂંટણી પંચને સત્તા છે.

ચૂંટણી પંચના અન્ય એક નિરીક્ષણની પણ નોંધ લેવી પડે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે તમારી આંતરિક પ્રક્રિયામાં સફાઇ કરો, લોકશાહી પદ્ધતિનું બંધારણ બનાવો અને કામગીરી પારદર્શક બનાવો. અગર ભાગલા પડયા તો ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે. 1969માં કોંગ્રેસ પક્ષમાં ઉથલ પાથલ ચાલતી હતી તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તે સમયના પક્ષ પ્રમુખ એસ. રિનીલિંગપ્પાની આગેવાની હેઠળના જૂથ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી.

આ દરમ્યાન રાષ્ટ્રપ્રમુખની એક અભૂતપૂર્વ ચૂંટણીમાં ઇંદિરા ગાંધીના ઉમેદવાર વી.વી. ગિરિનો પક્ષના સત્તાવાર ઉમેદવાર એન. સંજીવ રેડ્ડી સામે સાંકડી સરસાઇથી વિજય થયો. આને પગલે ઇંદિરા ગાંધીને કોંગ્રેસમાંથી ખદેડી મૂકવામાં આવ્યા અને પક્ષનાં ઉભા ફાડિયા થઇ ગયા. બંને પક્ષો ચૂંટણી પંચ અને પછી સુપ્રીમ કોર્ટમાં ધસી ગયા અને આ કાર્યવાહીને અંતે ત્રણ ધોરણની કસોટી નક્કી થઇ જેને આધારે પક્ષના ઉભા ફાડિયા થાય તો કયા જૂથને પક્ષનો હવાલો સોંપવામાં આવે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે સરકારનું પતન કરનાર શિવસેનામાં ભાગલાના મામલે ચૂંટણી પંચે આ ત્રણ માપદંડને અમલમાં મૂકયા છે.

પોતાના 77પાનાનાં હુકમમાં ચૂંટણી પંચે શિંદે જૂથ પુરવાર કરી શકયું તે બહુમતીની કસોટી પર આધાર રાખ્યો. મહારાષ્ટ્રમાં 67 ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાંથી 40નો અને સંસદના બંને ગૃહોમાંથી 22 સભ્યોમાંથી 13નો ટેકો શિંદે જૂથને હતો. ચૂંટણી પંચે કહ્યું કે 2019ની ચૂંટણીમાં શિવસેનાના જે 55 સભ્યો ચૂંટાયા તેમાંથી શિંદે જૂથને 76 ટકા મત મળ્યા હતા જયારે ઠાકરે જૂથને 23.5 ટા મત મળ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે પક્ષે 2018માં જે સુધારેલું બંધારણ અપનાવ્યું હતું તેની નકલ આપી ન હોવાથી પક્ષના બંધારણની કસોટી પર આધાર રાખી શકાય નહીં અને આ દસ્તાવેજ પોતે વધુ ગેરલોકશાહી બને તે રીતે બદલાઇ ગયો છે!

તેને એવું પણ જણાયું છે કે પક્ષનું સંગઠન પાંખમાં બહુમતીની કસોટી પર આધાર રાખી શકાય નહીં. કારણ કે બંને જૂથોના બહુમતીના દાવા સંતોષજનક નથી. ઠાકરે જૂથે કહ્યું કે શિંદે જૂથે પક્ષમાં ભાગલાની કોઇ સાબિતી આપી નથી. ચૂંટણી પંચે કહ્યું કે બંને જૂથોએ અલગ રીતે પક્ષની ધારાસભ્ય બેઠકો તા. 21મી જૂને યોજી હતી તે પોતે જ બતાવે છે કે પક્ષમાં ભાગલા પડયા છે. ઉદ્વવ ઠાકરે જૂથ એવો વાંધો ઉઠાવે કે ચૂંટણી પંચ મોદી સરકારના દબાણ હેઠળ આવી ગયું પણ આ આક્ષેપ પુરવાર થવા માટે યોગ્ય કારણો નથી. આખરે તો લોકશાહીમાં બહુમતી શાસન કરે છે. આખરી ચુકાદો તો જનતા આપશે કે બાલ ઠાકરેના વારસદાર કોણ છે?
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top