Entertainment ShowTime

ક્રિકેટ હોય કે એક્ટીંગ એક ‘સચિન’ તો હોવાનો જ

સચિન ખેડેકરને આમ તો ફિલ્મોના કામમાંથી ફૂરસદ નથી મળતી. ભલે તે હીરો નથી પણ સતત બિઝી રહેનારો અભિનેતા છે અને એટલે તે ફિલ્મો સિવાયના કામ કયારેક જ સ્વીકારે છે. હમણાં તે પહેલી જવાર ‘ધ વ્હીસલબ્લોઅર’માં ડો. અશ્વિન ભદોરીયા તરીકે આવ્યો છે. આઠ એપિસોડની આ વેબ સિરીઝ શિક્ષણના ધંધામાં જે ગોબાચારી ચાલે છે. કૌભાંડો થાય છે તે વિશેની છે. એ કૌભાંડોને જાહેર કરનારાઓ માટે જીવન મુશ્કેલ બની જાયછે કે કારણ શિક્ષણના કૌભાંડો અનેક સ્તરે, અનેક પ્રકારના લોકો વડે, સંસ્થાઓ વડે થતા હોયછે.

સચિન હમણાં જ અંતિમ ધ ફાઈનલ ટ્રુથમાં દત્તારામ પાટીલ તરીકે દેખાયો હતો. તેને મરાઠી પાત્રો ભલે મળે પણ તે એકદમ મરાઠી હોય એવો દેખાતો નથી. હા, તે મરાઠી ફિલ્મોમાં કામ કરે ચે અને ગુજરાતીમાં પણ કામ કરી ચુકયો છે. હવે તે મુંબઇકર, રાધેશ્યાન, ‘શહેજાદા’, જેવી હિન્દી ફિલ્મમાં દેખાવાનો છે પરંતુ તેણે પોતાને ભાષાની મર્યાદામાં બાંધ્યો નથી અને શ્યામ બેનેગલે જયારે નેતાજી સુભાષચંદ્રબોઝ : ધ ફર્ગોટન હીરો બનાવી ત્યારે તો સિચને સુભાષચંદ્ર બોઝની ભૂમિકા ભજવી હતી. જયારે સંવિધાન’નામની ટીવી શ્રેણી બની તો તેમાં તે બી.આર. આંબેડકર બન્યો હતો.

મરાઠીમાં નાના પાટેકર પછી આવેલા ઉત્તમ અભિનેતામાં તે એક છે અને એટલે જ મરાઠી, હિન્દી નહીં તમિલ, તેલુગુ, મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરે છે. મરાઠીમાં તેની ‘કાકપુરુષ’ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહેલી જેના દિગ્દર્શક મહેશ માંજરેકર હતા. માંજરેકરે જ આફિલ્મની રિમેક હિન્દીમાં બનાવવા વિચાર કરેલો તો તેમાં સચિન ખેડેકરવાળી ભૂમિકા અમિતાભ બચ્ચન કરવાના હતા. પછી તે હિન્દી, તમિલમાં બનાવવાની યોજના થઇ તો અમિતાભ સમય આપી શકયો નહોતો.

મુંબઇના વિલેપાર્લેમાં મોટો થયેલો સચિન શરૂઆતમાં નાટક જ કરતો હતો પછી 1995માં તેને હિન્દી સિરીયલ ઇમ્તિહાન મળી ત્યાર થી તે સતત કામ કરે છે. ‘દાગ: ધ ફાયર’માં તે ઇન્સ્પેકટર વિનય હતો તો ‘તેરે નામ’માં રાધાનો મોટોભાઈ ‘ગુરુ’માં તેને સુજાતાના પિતાની ભૂમિકા મળેલી તો ‘સિંઘમ’માં ગૌતમ ભોંસલે, ગોત્યાની ભૂમિકા, ‘અગ્નિપથ’માં તે ગૃહમંત્રી હતો અને ‘રૂસ્તમ’માં એડવોકેટ લક્ષ્મણ ખાંગી. તેને કામની કમી કયારેય નથી તે મનોરંજક ફિલ્મોમાં જ કામ કરવું એવી ગાંઠ બાંધીને ફરતો નથી એટલે પાત્રો વૈવિધ્ય જોવા મળે છે. તેણે બાર જેટલી ટીવી સિરીયલો પણ કરી લીધી તે પોતાની રીત વિચારતો અભિનેતા છે અને નાટકમાં કામ કરવું તેને વધુ ગમે  છે અને સતત અભિનય કરતાં જ અભિનય શીખ્યો છે પાત્રને જીવી જવાની વાતમાં તે માનતો નથી કારણ કે એ દૂરતા તો રહી જ જતી હોય ચે. મરાઠીમાંથી હિન્દીમાં આવ્યો ત્યારે રોજ હિન્દી બોલવાની પ્રેકટિસ કરતો અને તે જોર જોરમાં અખબારો વાંચીને તેને એકના એક પ્રકારના પાત્રોનો ખૂબ કંટાળો છે એટલે ઘણીવાર અમુક ફિલ્મો છોડી પણ દે છે તેના ફેવરિટ એકટરોમાં ડો. રામ લાગુ, સતીશ શાહ પંકજ કપૂર, અમિતાભ બચ્ચન અને નસીરુદ્દીન શાહ છે.

‘ધ વ્હીસલ બ્લોઅર’ની ભૂમિકાને તે અત્યારના સમયની મહત્વની ભૂમિકા માને છે કારણ કે તેમાં ‘વ્યાપમ સ્કેમ કે જે મધ્યપ્રદેશમાં બનેલો તે કેન્દ્રમાં છે. વિબસિરીઝમાં સોનાલી કુલકર્ણી, રવિ કિશન વગેરે હોવાથી પણ તે ખુશ છે ડો. ભદોરીયા વ્યવસાયે ડોકટર છે ને કોલેજ ચલાવે ચે. તેનામાં પ્રામાણિકતા છે અને એવી જ પ્રમાણિકતા તે ઇચ્છે છે.  સિરીઝમાં તેનો દિકરો વ્હીસલ બ્લોઅર તરીકે ફસાઈ જતા આખું કુટુંબ, વ્યવસાય, કોલેજ સંચાલનમાં સમસ્યા ઊભી થાય છે  સચિને એક રિયલ લાઇફ પાત્ર ભજવવા અનેક હોસ્પિટલની વિઝીટ પણ કરી છે આ સિરીઝ તો જોવા જેવી છે જ પણ સચિન તેમાં ખાસ છે.

Related Posts