Columns

આ દેશમાં એક એવો બગીચો છે કે જ્યાં ન્યૂડ થઈને ફરે છે લોકો

આજકાલ લોકો સવાર સાંજ  ટહેલવા માટે પાર્કમાં જતા હોય છે. મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓમાં પાર્કની સુવિધા હોય છે. મહિલાઓ અને પુરુષો બંને વોક કરવા જતા હોય છે. પાર્કમાં બાળકો રમતાં હોય છે. પાર્કમાં જવા માટે મોટાભાગના લોકો સ્પોર્ટસ ટ્રેક સૂટ પહેરતા હોય છે. જો કે એવો કોઈ નિયમ નથી હોતો કે કોઈ ખાસ પોશાક પહેરીને જ પાર્કમાં જવાનું હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા પાર્ક વિશે જણાવીએ છીએ કે જ્યાં એન્ટ્રી કરતા પહેલાં તમારે કપડાં ઉતારવા પડશે. કોઈ પણ મહિલા કે પુરુષ અહીં કપડાં પહેરીને જઈ શકે નહીં.

આ પાર્કમાં ન્યૂડ થઈને ઘૂમે છે લોકો
CNNના એક રિપોર્ટ મુજબ આ પાર્કમાં લોકો ન્યૂડ થઈને કોઈ પણ રોકટોક વગર ઘૂમી શકે છે. આ પાર્ક ફ્રાન્સની રાજધાની પેરિસમાં છે. પેરિસના એક પબ્લિક પાર્ક ‘બોઈસ દે વિન્સેન્સ’ નો એક એક ભાગ ન્યૂડ ક્ષેત્ર બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ખાસ કરીને ન્યૂડ રહેતા લોકો માટે ખોલવામાં આવ્યો છે. અહીં લોકો પોતાની મરજી મુજબ ઘૂમી શકે છે અને ન્યૂડ થઈને ઘૂમવામાં આઝાદી મહેસૂસ કરતા હોય છે. આ માટે તેમણે કોઈ બીચ પર જવાની પણ જરૂર રહેતી નથી.

પાર્કમાં સુરક્ષાવ્યવસ્થા
આ પાર્કની સૌથી ખાસ વાત એ છે કે અહીં સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કોઈ પણ ગેરવર્તણૂક થઈ તો અહીં કડક કાર્યવાહી હાથ ધરાશે. આ પાર્ક વિશે અધિકારીઓનું કહેવું છે કે આ પાર્ક ન્યૂડિસ્ટ ઝોન પાર્કના મોટા રિઝર્વ પાસે આવેલો છે અને તેની સાઈઝ એક ફૂટબોલના ગ્રાઉન્ડ જેટલી મોટી છે.

ફિક્સ ટાઈમે ખોલવામાં આવે છે પાર્ક
અહીં ઘૂમનારા લોકોને કોઈ પરેશાન કરશે નહીં. શરૂઆતમાં તે એક પ્રયોગને આધારે ખોલવામાં આવ્યો હતો. આ પાર્કમાં જે લોકો ફરવા માટે આવે છે તેમના માટે એક ચોક્કસ સમય નક્કી કરાયો છે.

Most Popular

To Top