SURAT

જ્યારે UKના કિંગ ચાર્લ્સ – III એ સુરતની ચિરાગી સોલંકીને હાથ જોડીને કર્યુ નમસ્તે…

સુરતમાં ઉછરીને ઈગ્લેન્ડમાં સ્થાયી થયેલા ચિરાગી સોલંકી (ચૌહાણ) ભલે સુરતના લોકો માટે કદાચ અજાણ્યું નામ હશે પણ U.K.ના યોક્શાયર સ્ટેટની લીડ્ઝ સિટીમાં આ નામ ત્યાંના ભારતીયોના જીભે ચઢેલું છે. ઈન્ડિયન કલ્ચરને ત્યાં સ્થાપિત કરવામાં ચિરાગી સોલંકીનું બહુ મોટું યોગદાન રહ્યું છે. તેમની ત્યાં એક ડાન્સ સ્કૂલ ચાલી રહી છે. તેમણે ઘણાં બોલિવુડ સ્ટાર્સ સાથે ડાન્સ પરફોર્મ પણ કર્યું છે. આપણાં સુરતીઓ માટે ગર્વની કહી શકાય એવી એક ક્ષણ લીડ સિટીમાં એ હતી કે કિંગ ચાર્લ્સ – III એ જ્યારે ચિરાગી સોલંકી (ચૌહાણ)ને હાથ જોડીને તેમના નમસ્તે સામે નમસ્તે કર્યું. આ યાદગાર ઘટનાને હાલમાં સુરતમાં આવેલા ચિરાગી સોલંકી (ચૌહાણ)એ વર્ણવી હતી. ચિરાગી સોલંકી (ચૌહાણ) કોણ છે ? ઈગ્લેન્ડમાં સ્થાયી થયા બાદ ભારતીય કલ્ચરને પ્રમોટ કરવા માટે તેમણે કરેલા સંઘર્ષને આપણે તેમનાજ શબ્દોમાં જાણીએ.

2000ની સાલમાં U.K.માં સ્થાયી થયા
ચિરાગી સોલંકીએ જણાવ્યું કે હું વર્ષ 2000માં U.K.ના યોર્કશર સ્ટેટના લિડ્ઝ સિટીમાં સેટલ થઈ હતી. અહીં મે બિઝનેસ મેનેજમેન્ટ સંબંધીત ફર્ધર સ્ટડી શરૂ કરી હતી. પહેલો એક મહિનો મને ત્યાં બિલકુલ નહીં ગમતું હતું ભારતીય લોકો ઓછા હતા. નવરાત્રીનો તો માહોલ જ નહીં હતો. ફક્ત મંદિરમાં ગરબાનું નાનું સરખૂં ઈવેન્ટ થતું હતું જ્યારે હું તો ગરબા ક્વિન હતી. મેં નિર્ધાર કરી લીધો હતો કે હું અહિંયા ઈન્ડિયન કલ્ચર ઉભું કરીને જ રહીશ. તેમણે જણાવ્યું કે મારી નોર્થ ઈગ્લેન્ડમાં સૌથી મોટી બોલિવુડની ડાન્સ સ્કૂલ છે જેનું નામ ચિરાગી @ બોલિવુડ છે. આ સ્કૂલ શરૂ કરવા માટે મેં કઠોર પરિશ્રમ કર્યુ હતું. મારી આ સ્કૂલમાં ચાર વર્ષના બાળક થી લઈને 92 વર્ષ સુધીના વ્યકિતઓ પણ ડાન્સ શીખવા આવે છે. મે સ્પેશ્યલ ચિલ્ડ્રન માટે ઘણાં બધા ચેરિટી શો કરીને તેમને મદદરૂપ થઈ રહી છું. હું તેમને પરફોર્મ પણ કરાવું છું જેથી તેમનો મેન્ટલી અને ફિઝીકલી ઘણો પ્રોગેસ થયો છે. લિડ્ઝમાં હિંદુ મંદિરના ઈલેકશનમાં હું જીતી અને 2007માં કલ્ચરલ સેક્રેટરી બની.

IIFA એવોર્ડમાં પરફોર્મ કર્યું
ઘણી બધી વ્યકિતનું IIFA એવોર્ડ સભારંભમાં પરફોમન્સ કરવાનું સપનું હોય છે. મારું પણ આ સપનું હતું જે પુરુ થયું. 2007માં યોર્કશારમાં આયોજીત IIFA એવોર્ડ (ઈન્ટરનેશનલઈન્ડિયન ફિલ્મ એવોર્ડ) સભારંભમાં શિલ્પા શેટ્ટી અને સલમાનખાન અને શામક ડાવર સાથે પરફોર્મ કરીને. આ એવોર્ડ સભારંભમાં મને અને મારા ગ્રુપને પરફોર્મ કરવાની તક મળી. મેં બોલિવુડની ઘણી બધી સેલિબ્રિટી સાથે જેમકે સોનુ નિગમ, ઋત્વિક રોશન, નેહા કક્કડ, મિકા સિંઘ, દલેર મહેંદી એવાં ઘણાં હાય લેવલના સ્ટાર્સ સાથે ડાન્સ પરફોર્મ કર્યુ છે. લિડ્ઝ સિટીના મેયર સાથેના ચેરિટી પ્રોગ્રામમાં મારું ઈન્વોઈન્ટમેન્ટ હોય છે. કાઉન્સીલર સાથે ઘણાં શોમાં ઈન્વોલ થઈ છું.

ડાન્સ અને ગરબા કવીન છે
43 વર્ષીય ચિરાગી સોલંકી (ચૌહાણ) નો જન્મ સુરતના એન્જિનિયર હરીશભાઈ ચૌહાણના ઘરે થયો હતો. તેમણે ભરતનાટયમ્, ઝાજ અને બ્રેક ડાન્સની ટ્રેનિંગ લીધી હતી. તેમના માતા મીનાબેન ચૌહાણે સુરતમાં સૌથી પહેલાં યોગના ક્લાસીસ ચાલુ કર્યા હતા. ચિરાગી સોલંકી (ચૌહાણે) ઘણાને ડાન્સમાં માહિર કર્યા છે. તેઓ કોલેજમાં હતા તે દરમ્યાન ખૂબજ પ્રખ્યાત થયેલી બુગીવુગી ડાન્સ કોમ્પીટિશનમાં પાર્ટીસિપેટ કર્યુ હતું. અને તેમના કોલેજ મિત્રો સાથેની આખી ટીમ સેકન્ડ નંબરની વિજેતા બની હતી તેમણે ચેરીટી માટે ઘણાં બધાં ફેશન શો કર્યા હતા.

જ્યારે મારા નમસ્તે ના સામે કિંગ ચાર્લ્સ-III એ નમસ્તે કર્યુ : ચિરાગી સોલંકી (ચૌહાણ)
8 નવેમ્બરના દિવસે લિડ્ઝ સિટીની મુલાકાતે કિંગ ચાર્લ્સ-III આવ્યા હતા ત્યારે મને તેમને મળવા માટે ઈન્વીટેશન મળ્યું હતું. આ ક્ષણને યાદ કરતાં ખૂબ ગદગદીત સ્વરમાં ચિરાગી સોલંકીએ જણાવ્યું કે વાત જાણે એમ હતી કે લિડ્ઝ સિટીમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી સિટી એનવર્સરી કાર્યક્રમમાં કિંગ ચાર્લ્સ-III આવ્યા હતા. આ પોગ્રામમાં લિડ્ઝ સિટીના લોર્ડ મેયર રોબર્ટ ગેટીંગ્સે મને પર્સનલ ઈન્વીટેશન આપ્યું હતું. આ પોગ્રામમાં સિટીના અમુક લોકોને ઈન્વીટેશન હતું. તેમાં ભારતીય મહિલા તરીકે મને ઈન્વીટેશન મળ્વું જે ખૂબ ગૌરવની વાત હતી. લિડ્ઝ આર્ટ ગેલેરીમાં આ ઈવેન્ટ આયોજીત થયેલ ત્યારે હું ભારતીય પોશાક સાડી પહેરીને ગઈ હતી. મે જ્યારે કિંગ ચાર્લ્સ-III ના અભિવાદનમાં હાથ જોડીને માથું ઝુકાવીને નમસ્તે કર્યુ ત્યારે તેમણે પણ હાથ જોડીને નમસ્તેની મુદ્રામાં મારું અભિવાદન ઝીલ્યું. આ યાદગાર પ્રસંગને હું આખી જિંદગી નહીં ભૂલી શકું.

Most Popular

To Top