World

50 કરોડ વોટ્સએપ યુઝર્સના ફોન નંબર વેચાણ માટે લીક થયા: તપાસો તમારું નામ પણ યાદીમાં છે?

નવી દિલ્હી : લગભગ દરેક જણ WhatsApp નો ઉપયોગ તો કરે જ છે. જો કે વોટ્સઅપ (Whats App) ઉપર ફીચર્સને લઈને નવા-નવા અપડેટ્સ આવતા રહે છે. જેના કારણે યુઝરનો અનુભવ વધે, પરંતુ હવે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જે અહેવાલમાં ખુલાસો થયો છે કે લગભગ 50 કરોડ WhatsApp વપરાશકર્તાઓના ફોન નંબર ઓનલાઈન હેકિંગ (Online Hacking) ફોરમ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ડેટા બેઝમાં ( Data Base) 84 દેશોની સંખ્યા સામેલ છે. અને જે કંપનીએ ડેટાબેઝ વેચાણ માટે મુક્યા છે તેના માટે એવો દાવો કરવાના આવ્યો છે કે તેની પાસે 32 કરોડ અમેરિકન વપરાશકર્તાઓનો ડેટા ઉપલબ્ધ છે. આ સાથે જ વિશ્વના અન્ય દેશો પૈકી ઈજિપ્તના લગભગ 4.5 કરોડ, ઇટાલીના 3.5 કરોડ, સાઉદી અરેબિયાના 2.9 કરોડ, ફ્રાંસના 2 કરોડ અને તુર્કીના 2 કરોડ વપરાશકર્તાઓનો ડેટા હોવાના ખુલાસાઓ સાયબર ન્યૂઝના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

  • આ ડેટા બેઝમાં 84 દેશોની સંખ્યા સામેલ છે
  • ફોન નંબર ઓનલાઈન હેકિંગ ફોરમ પર વેચાણ માટે ઉપલબ્ધ
  • ડેટા અલગ-અલગ અને ઉંચી કિંમતોમાં વેચી રહ્યાં છે

ડેટામાં એક કરોડ રશિયન નંબરો અને 1.1 કરોડથી વધુ યુકે નંબરો પણ શામિલ છે. આ તમામ નંબરો વેચાણ માટે મૂકનાર વ્યક્તિએ સાયબરન્યુઝના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ યુએસએના, યુકેનો ડેટા અને જર્મનીના ડેટા અલગ-અલગ ઉંચી કિંમતોમાં વેચી રહ્યાં છે.

અજાણ્યા નંબરો પરથી આવતા કોલથી સાવધાન રહેવાની સલાહ
મોટાભાગના હુમલાખોરો આ માહિતીનો ઉપયોગ ફિશિંગ હુમલાઓ માટે કરે છે. એટલા માટે વોટ્સએપ યુઝર્સને અજાણ્યા નંબરો પરથી આવતા કોલ અને મેસેજ પ્રત્યે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.આ ઉપરાંત અજાણયા નંબરો ઉપરથી પણ કોલ આવે છે ત્યારે છેતરાઈ જવાની પુરેપુરી સંભાવનાઓને નકારી શકાય નહિ.

તમારો ડેટા પણ લીક તો નથી થયો તે આરીતે ચેક કરી શકશો
આ બધી વાતમાં ડરવા જેવી બાબત એ છે કે શું તમ્મરો નંબર પણ ડાર્ક વેબ પર તો હાજર નથીને ? સાયબરન્યૂઝ તમારો ડેટા લીક થયો છે કે નહીં તે તપાસવાનું માધ્યમ અહીં પૂરું પાડી રહી છે.

1) સૌથી પહેલા cybernews.com/personal data leak check/ પર જાઓ.

2) અહીં સર્ચ ફીલ્ડમાં તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ દાખલ કરો.

Most Popular

To Top