Charchapatra

સ્કૂલોમાં F.R.C.ની સાર્થકતા કેટલી?

વર્તમાન સમયમાં બનતા વિવિધ બનાવો બને છે. જેમાં બાળકને ચાલુ શાળાએ હાર્ટએટેક આવવો પણ એક છે. હવે વિદ્યાર્થીઓને શાળામાં શારીરીક શિક્ષા ચર્ચાનો વિષય બની છે. વાલીશ્રીઓ પોતાના બાળકોને સારૂ શિક્ષણ અપાવવા ઈન્ટરનેશનલ શાળામાં અભ્યાસ અર્થે મુકે છે. વર્તમાન સમયમાં શહેરના પોશ વિસ્તારમાં આવેલ એક નામાંકિત શાળામાં વિદ્યાર્થીની ફી ભરવા જવાનું થયુ. અને ફી બાબતે પૂછપરછ કરતાં જાણ્યું કે શાળામાં કાર્યરત બે માધ્યમના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીની વાર્ષિક ફીમાં લગભગ 5000થી 6000ની ફી (નાસ્તા ફી, કમ્પ્યુટર ફી, એક્ટીવીટી ફી) પેટે લેવાય છે. જે માત્ર રોકડ સ્વરૂપે જ સ્વીકારે છે.

બાકીની FRC મુજબની માન્ય ફીનો જ ચેક સ્વીકારવામાં આવશે. શાળાના એક માધ્યમમાં લગભગ 700થી 800 બાળકો અભ્યાસ કરતા હશે. આ તમામ પાસેથી રોકડ સ્વરૂપે લેવાતી વધારાની ફીની પહોંચ (રસીદ) અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યુ કે એવી કોઈ પહોંચ આપવામાં આવશે નહીં. વાત અહી નહીં અટકતા વિદ્યાર્થીએ ફી ચોક્કસ સમય મર્યાદામાં નહી ભરાઈ હોવાથી માસિક પેન્લટી (દંડ) પેટે રકમ પણ વાલી પાસે વસૂલવામાં આવે છે. પ્રતિકાર કરતા શાળા કાર્યાલયમાંથી આચાર્યશ્રીનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું જ્યાં આચાર્યશ્રી વ્યસ્ત હોવાનું કહી લગભગ કલાક સુધી રાહ જોવડાવી પછી આચાર્યશ્રીની મુલાકાત મળી.

જેમાં કોઈ પણ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ ન આપતા વાલી સાથે ઊંચા અવાજથી વાત કરી બહાર કાઢી મૂકાયા. – આચાર્યશ્રીને પૂછવામાં આવેલ પ્રશ્નો- – આપની વિદ્યાર્થી પાસે વસૂલવામાં આવતી તમામ ફી FRC દ્વારા મંજૂરી છે? – શિક્ષણ વિભાગના આદેશ મુજબ આપની શાળાની FRCની મંજૂરી આપના નોટીસ બોર્ડ પર છે? -શાળા દ્વારા માત્ર રોકડ સ્વરૂપે લેવાતી ફી (નાસ્તા ફી, કમ્પ્યુટર ફી, એક્ટીવીટી ફી, અન્ય ફી)ની મંજૂરી FRCમાં પ્રાપ્ત થયેલ છે? – વિદ્યાર્થી પાસે માસિક દંડ સ્વરૂપે વસૂલવામાં આવતી દંડની રકમનો ઉલ્લેખ FRCમાં છે? * FRC અંગે તપાસ કરતા FRC ઓફિસે પણ રજૂઆત કરતાં ત્યાં પણ વાલીશ્રી પાસે લેખિતમાં અરજી કરવા તેમજ વિદ્યાર્થીના આધારરજૂ કરવા કહેવામાં આવ્યું.

આમ કરવાથી શાળા દ્વારા વિદ્યાર્થીને નુકશાન પહોચી શકે એમ રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું કે નિયમ મુજબ તમામ વિગતો સાથે જ ફરીયાદ સ્વીકારાશે. – FRC કમિટીની તપાસ કરતા જાણવા મળ્યું કે FRC કમિટીના વડા તરીકે હાલમાં શહેરના એક વિદ્યાસંકુલના (સંચાલક, આચાર્ય) જ આ કાર્યભાર સંભાળે છે તો આ તમામ સમસ્યાથી એ કમિટી વાકેફ જ હશે. – શાળા સંકુલો પોતાના રાજકીય વગ, આંતરિક શાળાકીય સંબધોનો યોગ્ય ઉપયોગ કરી FRCની મંજૂરી ઉપરાંતની ફી સરળતાથી વસૂલ કરી લે છે. શહેરની મોટાભાગની ખાનગી શાળામાં FRCમાં મંજૂર થયેલ ફી સિવાય આડકતરી રીતે ઘણી બધી ફી લેવામાં આવે છે તો આ સંજોગોમાં FRCની સાર્થકતા ચકાસવી રહી?
સુરત     – સામાન્ય નાગરીક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top