Charchapatra

અમે અપશુકન કરતા કહીએ છીએ કે…

સાબરમતી નદીમાં મિની ક્રુઝ સેવા શરૂ થઇ છે પણ અમે અપશુકન કરતા કહીએ છીએ કે આ ક્રુઝ એવા બંધ થઇ જશે. ગયુ ચોમાસુ મહેરબાન હતુનઅ ેટલે ધરોઇ ડેમ, સરદાર ડેમ તથા કડાણા ડેમ પાણીથી છલોછલ ભર્યા પડયા છે.

એટલે હમણા તો ક્રુઝ સાબરમતીમાં ચાલશેપણ જો આગામી ચોમાા નબળા પડયા તો પાણીનો જરૂરી પ્રવાહ સાબરમતી નદીમાન કયાંથી આવશે? અને નદીમાં પાણી ઘટશે તો ક્રુઝ કયાંથી દોડશે?

સી પ્લેન સેવા મોટા ધખારા સાથે શરૂ કરેલી તે પણ બંધ થઇ ગઇ છે. દહેજ ઘોઘા ક્રુઝ સર્વિસ પણ ઢોલ નગારા વગાડીને શરૂ કરેલી હતી એ પણ સર્વિસ બંધ પડેલી છે. હમણા હજીરા ઘોઘાક્રુઝ સર્વિસ ચાલુ છે. અમને નથી લાગતુ કે એ સર્વિસ નિત્ય ચાલુ રહેશે. કેવડિયા, રોજની દસેક ટ્રેનો પહોંચશે. જોઇએ કાયમને ધોરણે કેટલી ટ્રેનો ચાલુ રહેશે?

તો બીજી તરફ બીચારી પેલે સો વર્ષ જુની બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન બંધ કરી દીધી. ચાલુ સરકારમાં આ બધું શું બની રહયું છે એની જ ખબર પડતી નથી.

સુરત     – બાબુભાઇ નાઇ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top