National

આંદોલનના મૃતકના પરિવારને મળવા જતાં સમયે પ્રિયંકાના કાફલાનો અકસ્માત

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ( PRIYANKA GANDHI) દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી ( TRACTOR RALLY) દરમિયાન માર્યા ગયેલા ખેડૂતના પરિવારને સાંત્વના આપવા માટે રામપુર ( RAMPUR) જઈ રહ્યા હતા. ત્યારે સવારે પોતાની કારમાં દિલ્હીથી રામપુર જવા રવાના થયાં હતાં. તે જ સમયે પ્રિયંકા ગાંધીના કાફલામાં દોડતી ગાડીઓ હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વર ખાતે નેશનલ હાઇવે -9 ( N H 9 ) ફ્લાયઓવર પર અકસ્માતનો શિકાર બની હતી.

બ્રેકિંગને કારણે બે થી ત્રણ વાહનો અચાનક ટકરાયા હતા. જોકે પ્રિયંકા ગાંધીની કારને કોઈ નુકસાન થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર કામદારોની હતી. આ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાંબો જામ થઈ ગયો હતો.

કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારને મળવા માટે રામપુર રવાના થયા છે. ટ્રેક્ટર પલટી જવાના કારણે 27 વર્ષીય નવરાતસિંહ ( NAVRAT SINH) નું મોત નીપજ્યું હતું.

પ્રિયંકા નવરાતના પરિવારને મળવા જઈને શોક વ્યક્ત કરવા માંગતા હતા. કોંગ્રેસ દ્વારા અપાયેલી માહિતી મુજબ પ્રિયંકા સવારે 11.30 વાગ્યે નવરાતની શોક સભામાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ રાહુલ ગાંધી તેમની સાથે જવાના હતા પણ ગુરુવારે લોકસભા અને તેમાં ચર્ચાના કારણે હાલમાં પ્રિયંકા જ જઈ રહી છે.

યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ જણાવ્યું હતું કે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે રામપુરની મુલાકાતે આવશે. 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન જે લોકોએ જીવ ગુમાવ્યો તે નવનીતના પરિવારને મળશે.

નોંધનીય છે કે નવરાત સિંઘ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને તાજેતરમાં ભારત પરત આવ્યા હતા. ભારત આવ્યા પછી તેઓ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જોડાયા હતા. તેમના મૃત્યુ પછી એવા પણ અહેવાલો આવ્યા હતા કે પરિવારને તેની આંદોલનમાં ભાગ લેવાની ખબર નહોતી.

આજે નવરાતસિંહનો ભોગ અને અંતિમ અરદાસ છે. તેમાં ભાગ લેવા ઘણા નેતાઓ પહોંચી શકે છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, વિધાનસભામાં વિપક્ષી નેતા રામ ગોવિંદ ચૌધરી અને અન્ય નેતાઓ આવે તેવી સંભાવના છે. એસપી શગુન ગૌતમે જણાવ્યું કે અમને ફક્ત રામગોવિંદ ચૌધરીના આગમન વિશે માહિતી મળી છે. પ્રિયંકા ગાંધીના આગમન વિશે અમારી પાસે અધિકૃત માહિતી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top