Dakshin Gujarat

માંડવી: ધસમસતા પાણીના પ્રવાહે બેનાં જીવ લીધા, કોઝવેના ગરનાળા પાસેથી લાશ મળી

માંડવી : માંડવી (Mandvi) તાલુકાના બલેઠી ગામના બે વ્યક્તિ (Person) ગામની સીમમાં આવેલા ચેકડેમ પરથી પસાર થતા હતા. એ સમયે પાણીનો પ્રવાહ (Water Inflow) વધી જતાં બંનેનાં પાણીમાં તણાઈ જતાં મોત (Death) નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકામાં અને ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ (Rain) પડતા માંડવી તાલુકાના મોટા ભાગના ડેમો (Dam) અને ચેકડેમો ઓવરફ્લો થયા હતા. ત્યારે માંડવીના બલેઠી ગામના રહેવાસી બાબુ શુક્લા ચૌધરી (ઉં.વ.39) અને લલ્લુ પોચીયા વસાવા (ઉં.વ.35) સાંજે ખેતરેથી ડાંગર રોપી પરત ફરતી વેળાએ ચેકડેમ પરથી પસાર થવા જતાં અચાનક જ પાણીનો પ્રવાહ વધતાં બાબુભાઈના બંને પગ લપસી જતાં તેઓ પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા.

  • બાબુ ચૌધરી અને લલ્લુ વસાવા ડાંગર રોપણી કરી પરત ફરતા હતા
  • બલેઠીથી વહાર ગામ તરફ જતા કોઝવેના ગરનાળા પાસેથી બંનેની લાશ મળી આવી

બાબુભાઈને બચાવવા માટે લલ્લુ વસાવા પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ અચાનક જ પાણીનો પ્રવાહ વધતાં બંને પાણીમાં ખેંચાઈ ગયા હતા. બુધવારે વહેલી સવારે બલેઠીથી વહાર ગામ તરફ જતા કોઝવેના ગરનાળા પાસેથી બંનેની લાશ મળી આવી હતી. આ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના પીલુદરા ગામે વનખાડીમાં ટ્રેક્ટર તણાતાં પાંચનો બચાવ, એક લાપતા
અંકલેશ્વર: પીલુદરા ગામે ગીરીશ દીપા પટેલ સહિત છ ઈસમ ખેતરમાંથી પાણી કાઢવા માટે સવારે નીકળ્યા હતા. ત્યારે વન ખાડી પરનું ગરનાળું ઓવર ફ્લો થતાં ટ્રેક્ટર તણાઈને પલટી ખાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાંચ ઈસમનો બચાવ થયો છે. જ્યારે કે ગીરીશ પટેલ લાપતા થયા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા. પાંચ સમૂહને વનખાડીની આસપાસના ઝાડનો સહારો મળતાં તેઓ બચી ગયા હતા અને લોકોએ એમને ઉગારી લીધા હતા. પરંતુ ગિરીશભાઈ હજુ પણ લાપતા છે. આ બનાવ અંગે અંકલેશ્વર નાયબ કલેકટર તેમજ મામલતદાર તંત્ર સહિત પોલીસ સ્ટાફને જાણ કરાતાં નાયબ કલેક્ટર, મામલતદાર, અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાપતા ગીરીશભાઈની શોધખોળનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. જો કે, સાંજ સુધી ગીરીશભાઈની કોઈ ખબર મળી નથી.

Most Popular

To Top