Gujarat

શું આપઘાત કરનાર અમદાવાદની ડોક્ટર PI ખાચરના પ્રેમમાં હતી? સ્યુસાઈડ નોટ, ડાયરી મળી

અમદાવાદ(Ahmedabad) : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના (CrimeBranch) ગેટ પાસે મહિલા ડોક્ટરના આપઘાતના (Female Doctor Sucide) કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મહિલા ડોક્ટરની 15 પાનાની સ્યુસાઈડ નોટ અને એક ડાયરી મળી આવી છે. જેમાં અમદાવાદના પોલીસ ઈન્સ્પેક્ટર બી.કે. ખાચરનો (PIBKKhachar) ઉલ્લેખ છે. આ મહિલા ડોક્ટર અને પીઆઈ ખાચર વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો તેવી ચર્ચા આ સાથે ઉઠી છે. પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે બીજી તરફ પીઆઈ ખાચરનું મૌન વધુ પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે.

ગાયકવાડ હવેલી ક્રાઇમ બ્રાન્ચમાં 32 વર્ષીય મહિલા તબીબ વૈશાલી જોશીએ આપઘાત કરી લીધો હતો. તેમનું મોત નિપજ્યું છે. હવે આ આપઘાત કેસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે મહિલા તબીબને PI ખાચર સાથે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. મૃતક મહિલા તબીબના પિતાનું અવસાન થયું છે. મહિલાના પરિવારમાં માતા અને બે બહેનો છે. જેમાં એક બહેન વડોદરા વસવાટ કરે છે અને એક બહેન કેનેડામાં સ્થાયી થઈ છે.

આ મહિલા તબીબના મોત બાદ 15 પાનાની સુઇસાઈડ નોટ મળી આવી છે, જેમાં પીઆઈ ખાચર સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો છે. આ મુદ્દે પોલીસ અધિકારીએ મૌન સેવ્યું છે, પણ પોલીસ તંત્રે સુઇસાઈડ નોટના આધારે P.I. વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ આદરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના શિવરંજની પીજીમાં રહેતી ડો. વૈશાલી ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગઈ હતી. એ દરમિયાન તેનું મોત થયું હતું. ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં જ મહિલાનું મોત થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ થતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્થળ પર પહોંચી હતી.

ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા
મૃતક મહિલા છેલ્લા ચાર વર્ષથી PI બી.કે ખાચર સાથે સતત સંપર્કમાં હતી. ડૉ .વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડભેડીની રહેવાસી હતા. અગાઉ પીઆઈ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીઆઈ બી.કે ખાચર દ્વારા સબંધ ઓછા કરી દેતા યુવતી EOW મળવા આવી હતી. હતાશ થઈ તેણીએ આપઘાત કર્યો હતો.

મારા અંતિમવિધિ ખાચર કરે.. સ્યુસાઈડ નોટમાં લખ્યું
એસીપી હિતેન્દ્ર ચૌધરીએ આ મામલે અધિકૃત નિવેદન આપતા કહ્યું હતું કે, બુધવારે સાંજે વૈશાલી જોશી નામની યુવતીનો ક્રાઇમ બ્રાન્ચની અંદર બાકડા પરથી મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ અને એક ડાયરી પણ મળી હતી. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારી સાથે ઈમોશનલ ગેમ રમાય છે. હું જે પગલાં ભરવા જઇ રહી છું તેના માટે બી.કે. ખાચર જવાબદાર છે. મારા મોત બાદ અંતિમવિધિ બી.કે. ખાચર જ કરે તેવી મારી ઈચ્છા છે.

Most Popular

To Top