Top News Main

યુક્રેનમાં બોમ્બ ધમાકા યથાવત : કારમાં બોમ્બ બ્લાસ્ટ, ગેસ પાઈપલાઈનમાં આગ

યુક્રેનમાં યુદ્ધ શરૂ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. ગુરુવારના રોજ 300થી વધુ બોમ્બ બ્લાસ્ટની કરવામાં આવ્યા હતા. પૂર્વીય યુક્રેનની તણાવપૂર્ણ સરહદ પર ખૂબ ભારે માત્રામાં ગોળીબાર થયો હતો. ફેયરીટેલ કિન્ડર ગાર્ડનમાં એક શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે બૉમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે બાળકો શાળાની અંદર હતા. આ હુમલામાં ત્રણ શિક્ષક ઘાયલ થયા હતા. સ્કૂલના ડાયરેક્ટર ઓલેના યારિયાનાએ કહ્યું, “અમે કાચ તૂટવાનો અવાજ સાંભળ્યો, જેનાથી બાળકો ગભરાઈ ગયા અને કેટલાક બાળકો તરત જ રડવા લાગ્યા. વિસ્ફોટો વીસ મિનિટ સુધી ચાલુ રહ્યા હતા. યુરોપમાં સુરક્ષા અને સહકાર સંગઠનના વોચડોગ અનુસાર, એક દિવસમાં યુદ્ધવિરામ ભંગની લગભગ 600 ઘટનાઓ બની છે. તેમના કહેવા પ્રમાણે, જીપીએસ સિગ્નલ જામ થતાં તેમના ત્રણ ડ્રોન ભટકી ગયા હતા. મોબાઈલ ફોનનું નેટવર્ક પણ ખતમ થઈ ગયું હતું.

  • યુક્રેનમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું
  • સતત બીજા દિવસે બ્લાસ્ટથી યુક્રેનની ધરા ધ્રુજી
  • એક દિવસ અગાઉ જ શાળા પર થયો હતો હુમલો
  • ગેસપાઇપલાઇનમાં વિસ્ફોટથી લોકો દહેશતમાં

યુક્રેનમાં યુદ્ધનું સંકટ ઘેરાઈ રહ્યું છે. યુક્રેનમાં યુદ્ધના સંકટ વચ્ચે સતત બીજા દિવસે એક વિસ્ફોટ થયો છે. પૂર્વ યુક્રેનમાં કારમાં વિસ્ફોટ થયો હતો. તેમજ એક ગેસ પાઇપલાઇનને પણ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. આ ઘટના ઝોનેસ્ક શહેરમાં બની હતી. યુક્રેનમાં જે કારમાં વિસ્ફોટ થયો હતો એ પ્રાદેશિક સુરક્ષા વડા ડેનિસ સિનેન્કોવની હતી. જોકે એ કારમાં હતા કે નહીં એ જાણી શકાયું નથી. જે રશિયા તરફી અલગતાવાદીઓના કબજામાં છે. આ બ્લાસ્ટ બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપનો સિલસિલો શરૂ થઇ ગયો છે. રશિયા તરફી અલગતાવાદીઓએ આ માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું. જ્યારે યુક્રેને આ હુમલા માટે રશિયાને જવાબદાર ગણાવ્યું છે, જ્યારે રશિયાએ એને યુક્રેનનું કાવતરું ગણાવ્યું છે.ગઈકાલે પણ યુક્રેનના અનેક શહેરોમાં મિસાઈલો છોડવામાં આવી હતી. જેમાં એક શાળાને ભારે નુકસાન થયું હતું. નવા વિસ્ફોટ સાથે તણાવ વધુ તીવ્ર બન્યો. યુક્રેન અને રશિયા બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ વિસ્ફોટોને યુદ્ધના ટ્રેલર તરીકે જોવામાં આવી રહ્યા છે.

યુક્રેનના ઈમર્જન્સી વિભાગનું નાગરિકોને આહવાન
યુક્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના પગલે લોકોમાં દહેશત ફેલાઈ છે. હુમલા બાદ યુક્રેનના ઈમર્જન્સી વિભાગે લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. યુદ્ધની દહેશતના પગલે અગાઉ જ મોટા દેશના લોકોએ પોતાના નાગરિકોને દેશ છોડી દેવા માટે અડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત અલગતાવાદી સમર્થકોએ પોતાના નાગરિકોને રશિયા મોકલવાનું શરૂ કરી દીધું છે. પૂર્વી યુક્રેનમાં લુગાન્સ્ક અલગતાવાદી પ્રદેશના નેતા લિયોનીદ પશ્નિકે પણ નાગરિકોને જાનહાનિ અટકાવવા માટે વિસ્તાર ખાલી કરવા માટે રહેવાસીઓને વિનંતી કરી હતી. બોમ્બ બ્લાસ્ટના પગલે સ્થાનિક રહીશો આ ઘટનાને લઈ ભયના માહોલમાં જીવી રહ્યા છે.

અમેરિકા-રશિયાનો આક્ષેપનો મારો
હાલ સ્થિતિ તંગ છે અને અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. પોતાના સંબોધનમાં બિડેને કહ્યું છે કે અમેરિકાને એવા ઇનપુટ્સ મળ્યા છે કે પુતિને યુક્રેન પર હુમલો કરવાનું મન બનાવી લીધું છે. તેઓ યુક્રેનની રાજધાની પર પણ હુમલો કરી શકે છે. રાષ્ટ્રપતિ બિડેનના જણાવ્યા અનુસાર, તેઓ યુક્રેનની સરહદ પર અમેરિકી સૈન્ય મોકલવાના નથી. પરંતુ તેમનો ટેકો યુક્રેન સાથે રહેવાનો છે.રશિયાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેન અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. રશિયન સમાચાર એજન્સી રિયા ન્વોસ્ટીના અહેવાલ મુજબ, યુક્રેનના અલગતાવાદીઓના હુમલામાં જ ગેસપાઇપલાઇનને નુકસાન થયું છે.

કેમ થયો આ વિવાદ
પૂર્વીય યુક્રેનમાં રશિયન મૂળના લોકોની નોંધપાત્ર વસ્તી છે. અહીં લાંબા સમયથી વિદ્રોહ ચાલી રહ્યો છે અને તેના કારણે રશિયા યુક્રેનમાં પોતાને શોધી રહ્યું છે. પશ્ચિમ યુક્રેનના લોકો ઇચ્છે છે કે દેશ નાટોનો હિસ્સો બને, જ્યારે દેશના પૂર્વ ભાગના લોકો રશિયાને સમર્થન આપે છે. યુક્રેન નાટોનું સભ્ય બનવાથી રશિયા ચોંકી ગયું છે.

Most Popular

To Top