Dakshin Gujarat

વ્યારામાં મતદાન કરતી વેળાનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ

વ્યારા: વ્યારા (Vyara) મતદાન મથકે (Polling Station) મતદાન કરતી વેળાએ પોતાનો ફોટો પાડી (Took Photo) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરનાર આપના નેતા વિરુદ્ધ પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ (Complaint) આપતાં પોલીસે (Police) ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.નિઝર તાલુકાના કોઠારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણભાઇ દિપકભાઇ લુહારીયા વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વ્યારા કણજા રોડ પર વર્કશોપ બિલ્ડિંગમાં આવેલા ગવર્નમેન્ટ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. કોઇ પણ મતદાન બુથની અંદરની ગુપ્તતા જાળવવાની હોય છે.

બુથની ગુપ્તતા જાળવવાના નિયમનું ઉલ્લંઘન
રોજ સવારે 8 વાગ્યાના અરસામાં મતદાન બુથમાં મતદાન શરૂ થયું હતું. સાંજે 5:15 વાગે મતદાન પૂર્ણ થયું હતું. ત્યારબાદ તેઓને જાણવા મળ્યું હતું કે, તેઓના બુથ ઉપર મતદાન કરવા આવેલા ઉવેશભાઇ મુલતાની (રહે.,વ્યારા માલીવાડ)એ વોટિંગ કરી તેણે EVM સાથેનો વોટિંગ કર્યાનો ચોરીછૂપીથી પોતાના મોબાઇલમાં ફોટો પાડી તેને વાયરલ કર્યો છે. મતદાન બુથની ગુપ્તતા જાળવવાના નિયમનું ઉલ્લંઘન કરતાં આ મામલે પ્રિસાઇડિંગ ઓફિસર કિરણભાઇ લુહારિયાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર શહેરમાં બોગસ મતદાનના કિસ્સામાં કરાયું મતદારનું ટેન્ડર વોટિંગ
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં એકતરફ એકપણ સ્થળ ઈ.વી.એમ. કે વીવીપેટની ફરિયાદ તંત્રને મળી ન હતી. અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર પાસે આવેલા પાલિકાના વોર્ડ નં.9 પર પી.ડબ્લ્યૂ.ડી. પેટ કચેરીના બુથ 171 અને 158 બુથ ઉપર વિવાદ સર્જાયો હતો. જેમાં શ્રી માસ્ટર કમ્પાઉન્ડ ખાતે રહેતા પ્રકાશભાઈ મતદાન બુથ પર મત આપવા પહોંચ્યા હતા. જ્યાં પોલિંગ બુથ અધિકારીએ તેમનો વોટ અપાઈ ગયો હોવાનું જણાવતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. મતદાન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે તેમણે હોબાળો મચાવ્યો હતો.


મોબાઈલ બહાર મૂકીને આવો કહેવામાં આવતાં નારાજગી જોવા મળી
સ્થાનિક કોંગી નેતા દોડી આવ્યા હતા અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી રજૂઆત કરતાં અંતે યુવાનને ચૂંટણી પંચની જોગવાઈ અનુસાર ટેન્ડર વોટ યુવાન પાસે અપાવ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરના વિવિધ બુથ પર મતદાન મથકે મતદારોને મોબાઈલ સાથે જતા અટકાવ્યા હતા. કેટલાક મતદારો પોતાના મોબાઇલમાં ઓળખ કાર્ડ સહિત પુરાવા સરકારની એપ પર લઇ આવ્યા હતા. જો કે, તેમના મોબાઈલ બહાર મૂકીને આવો કહેવામાં આવતાં નારાજગી જોવા મળી હતી.

Most Popular

To Top