SURAT

સુરત: પુરઝડપે નંબર વગરની કાર ચલાવનાર ચાલકની પોલીસ સાથે દાદાગીરી

સુરત : અમરોલીમાં (Amroli) ચૂંટણી (Election) ટાંણે પીઆઇ બ્રહ્મભટ્ટ સાથે તકરાર કરનાર સુહિલને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે. હાયબુઝા નામની સાતથી નવ લાખની કિંમતની ગાડી (Car) પૂરપાટ ઝડરે માથાભારે ઇસમ દ્વારા હંકારવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ (Police) કોન્સ્ટેબલ શક્તિસંહ ભરતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

સોહીલ ઉર્ફે સુહેલ હસન પટેલ (ઉ. વર્ષ 34, રહે, કોસાડ આવાસ, એચ -2) ગાડી પૂરપાટ રીતે હંકારતો હતો. જેને પકડીને કારના કાગળિયા માંગાવામાં આવ્યા હતા. તે નહીં આપીને તેણે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. ઉપરાંત તેની ગાડીની નંબર પ્લેટ પણ નહીં હોવાથી પોલીસે તેની વિગતો માંગી હતી. તેની ઉશ્કેરાઇને સુહિલ દ્વારા બિભત્સ ગાળો પોલીસને આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સરકારી કામકાજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સમરોલી હાઈવે પર કાર અડફટે હોન્ડના સાયકલ સવારનું મોત
ઘેજ : સમરોલી હાઈવે ઓવરબ્રિજના છેડે હોન્ડના સાયકલ સવારને કાર ચાલકે અડફટે લેતા તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના હોન્ડ ગામના ચોકી ફળિયાના બાબુભાઈ છનાભાઈ હળપતિ (ઉ.વ.61) ગતરોજ સાંજના સમયે આલીપોર-વસુધારા ડેરી ખાતે સાયકલ પર નોકરીએ જવા માટે નીકળ્યા હતા. તે સમયે વલસાડ-નવસારી નેશનલ હાઈવે પર સમરોલી ઓવરબ્રિજના ચેડે અલ્ટો કાર જીજે-21-એએ-0538ના ચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઇજા થતા 108ના માધ્યમથી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મરનારના ભત્રીજા જયેશ રમેશભાઈ રાઠોડે (રહે. હોન્ડ ચોકી ફળિયા તા. ચીખલી) ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડમાંથી ચોરીની બાઇક સાથે યુવાન પકડાયો
વલસાડ : વલસાડ એલસીબીએ હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે જઇ રહેલો યુવાન પકડાઈ ગયો હતો. તેણે બાઇક સેલવાસથી ચોરી કરી હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતુ.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ એલસીબીની ટીમે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન કો. તેજપાલ અને કો. હિતેશને મળેલી બાતમીના પગલે તેમણે વાપીથી બાઇક પર જઇ રહેલા નિકુંજકુમાર ઇન્દ્રદેવ પટેલ (રહે. અથાલ, સેલવાસ અને મૂળ બિહાર) ને પકડી પાડ્યો હતો. તેની પાસે હોન્ડા હોર્નેટ બાઇક હતું. જેની તપાસ કરતા તે ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતુ. તેણે આ બાઇક સેલવાસથી ચોરી કર્યું હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી તેને સેલવાસ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top