National

G-20 નું પ્રમુખપદ સંભાળતાની સાથે જ PM મોદીના ફેન બની ગયા બાઇડન ,કહી આ મોટી વાત

નવી દિલ્હી : ભારતે (India) 1 ડિસેમ્બરથી G-20 દેશોની (G-20 Countries) અધ્યક્ષતા વાળું પ્રમુખ પદ (President Post) સાંભળતાની સાથે જ જવબદારીઓ વધી ગઈ છે. જેને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિએ (President oF America) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) ખુબ-ખુબ અભિનંદન પાઠવીને મોટી જાહેરાતો કરી છે.આ સાથે અમેરિકાના ભારત અમેરિકા સહિત વિશ્વના 20 દેશોનું નેતૃત્વ કરશે. ભારત પાસે અઘ્યક્ષ સ્થાન હોવાની સાથે જ આતંકવાદથી લઈને ઘણા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિશ્વના દેશોનું ધ્યાન આકર્ષિત કરવાની સાથે જ તેના પર એકમત થવાની તક પણ મળશે. બીજી તરફ ભારતને G-20નું અધ્યક્ષપદ મળતા જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પીએમ મોદીના પ્રશંસક બની ગયા છે.

ભારત અમેરિકાનું મજબૂત ભાગીદાર છે : બાઈડન
ભારતને યુ.એસ.ના મજબૂત” ભાગીદાર તરીકે સંબોધતા યુએસ પ્રમુખ જો બાયડને શુક્રવારે કહ્યું કે તેઓ ભારતના G20 અધ્યક્ષપદ દરમિયાન તેમના મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા માટે ઉત્સુક છે. ભારતના G20 પ્રમુખપદની સત્તાવાર રીતે ગુરુવારે શરૂઆત થઈ છે. બાઇડને શુક્રવારે કહ્યું હતું કે ભારત અમેરિકાનું મજબૂત ભાગીદાર છે અને હું ભારતના G20 પ્રમુખપદ દરમિયાન અમારા પરમ મિત્ર વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટે પણ ખુબ જ આતુર છું.

ભારતે G-20ની આ થીમ રાખી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 દેશોની અધ્યક્ષતા સંભાળ્યા બાદ ગુરુવારે કહ્યું હતું કે ભારતની ધરતી વસુદૈવ કુટુંમ્બક્મની ભાવના રાખે છે. આને આ સાથે જ એક ભવિષ્યની થીમથી પ્રેરિત એકતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે તેવું પણ કહ્યું હતું. સાથે-સાથે અનેક મુદ્દાઓ પૈકી આતંકવાદ,આબોહવા અને જળવાયું પરિવર્તન સામે તેઓ લડશે. વિલ રોગચાળાને સૌથી મોટા પડકારો પૈકી મહામારી સામે સાથે મળીને વધુ સારી રીતે સામનો કરી શકાય છે. વડાપ્રધાને લેખમાં કહ્યું કે ભારતનો G-20 એજન્ડા સમાવિષ્ટ મહત્વાકાંક્ષી કાર્યલક્ષી અને નિર્ણાયક હશે.

અમેરિકાએ પણ તેનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું
યુએસ પ્રમુખે પણ તેમના તરફથી ચિત્ર સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશો “આબોહવા, ઉર્જા અને ખાદ્ય કટોકટી જેવા સહિયારા પડકારોનો સામનો કરતી વખતે ટકાઉ અને સર્વસમાવેશક વૃદ્ધિને આગળ વધારશે”. રાજ્ય/સરકારના વડાઓના સ્તરે આગામી G20 નેતાઓની સમિટ 9 અને 10 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં યોજાવાની છે.

Most Popular

To Top