National

દિગ્ગજ ઓફ સ્પીનર હરભજન સિંહની ક્રિકેટને બાય બાય, ઈમોશનલ પોસ્ટ ટ્વીટ કરી

નવી દિલ્હી : ભારતના (India) સૌથી સફળ સ્પીનરોમાંથી (Off Spinner) એક એવા ઓફ સપીનરે હરભજન સિંહે (Harbhajan sinh) શુક્રવારે ક્રિકેટના (Cricket) તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ (Retirement) લેવાની જાહેરાત કરી હતી. પંજાબના આ 41 વર્ષિય ખેલાડીએ પોતાની જોરદાર કેરિયરમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 વન ડેમાં 269 વિકેટ અને 28 ટી-20 ઇન્ટરનેશનલમાં 25 વિકેટ (Wicket) લીધી છે.

હરભજને એક ટ્વિટ (Tweet) કરીને જણાવ્યું હતું કે હું એ રમતને અલવિદા કહી રહ્યો છું, જેણે મને જીવનમાં બધુ જ આપ્યું છે. તમામ સારી બાબતો હંમેશા સમાપ્ત થાય છે. હું એ તમામનો આભાર માનવા માગીશ કે જેમણે આ 23 વર્ષ લાંબી કેરિયરના પ્રવાસને શ્રેષ્ઠતમ અને યાદગાર બનાવ્યો છે. હરભજને 1998માં શારજાહમાં ન્યુઝીલેન્ડ સામેની વન ડેથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું અને તેણે ભારતીય ટીમ વતી ઢાકામાં યુએઇ સામે પોતાની છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

Harbhajan Singh retirement twitter | Harbhajan Singh retirement: टेस्ट मैच  में हैट्रिक लेने वाले पहले भारतीय गेंदबाज हरभजन सिंह के नाम हैं कई और  शानदार रिकॉर्ड | Gallery ...

હરભજનની કેરિયરનો હાઇ પોઇન્ટ ગણવામાં આવે તો તેણે 2001માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટેસ્ટ સીરિઝમાં 32 વિકેટ લીધી હતી. જેમાં એક હેટ્રિક પણ સામેલ છે, જે ટેસ્ટમાં કોઇ ભારતીય દ્વારા લેવાયેલી પહેલી હેટ્રિક રહી હતી. તેણે કહ્યું હતું કે દરેક ક્રિકેટરની જેમ મને પણ ફરી ભારત વતી રમવાની ખેવના હતી પણ નસીબમાં કંઇ બીજુ લખાયેલું હશે. હરભજને એવું પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હું સક્રિય ક્રિકેટ રમતો ન હોવાથી અંતે મેં આ નિર્ણય લીધો હતો.

હરભજન સિંહની બોલિંગ કેરિયર
ફોર્મેટ મેચ વિકેટ શ્રેષ્ઠ ઇકોનોમી સ્ટ્રાઇકરેટ 5વિકેટ 10વિકેટ

  • ટેસ્ટ 103 417 8/84 2.84 68.5 25 5
  • વન ડે 236 269 5/31 4.31 46.3 3 0
  • ટી-20 ઈ 28 25 4/12 6.20 24.4 0 0
  • ફર્સ્ટક્લાસ 198 780 8/84 2.82 61.6 41 8
  • લિસ્ટ-એ 334 393 5/31 4.34 44.6 4 0
  • ટી-20એસ 268 235 5/18 6.79 23.2 1 0

હરભજન સિંહની બેટિંગ કેરિયર
ફોર્મેટ મેચ રન સર્વોચ્ચ એવરેજ સ્ટ્રાઇકરેટ 100 50

  • ટેસ્ટ 103 2224 115 18.22 64.80 2 9
  • વન ડે 236 1237 49 13.30 81.06 0 0
  • T20 28 108 21 13.50 124.13 0 0
  • ફર્સ્ટક્લાસ 198 4255 115 19.16 — 2 15
  • લિસ્ટ-એ 334 2134 79* 15.24 — 0 2
  • ટી-20એસ 268 1512 78 14.67 128.35 0 2

Most Popular

To Top