Business

વેરાબીલ, નામ ટ્રાન્સફર, કબજા રસીદ ફરી ચાલુ કરો

કોઈ ભલો વકીલ હાઈકોર્ટમાં આ કબજા રસીદના અશાંતધારાના કાયદા વિરુધ્ધ કેસ દાખલ કરે અને આ કબજા રસીદની પ્રોપર્ટીને એસ.એમ.સી.માં વેરાબિલ નામ ટ્રાન્સફરનું પણ વેરાબિલમાં નામ દાખલ કરવાનું એક વર્ષથી બંધ કરી દિધેલ છે. આપણા સુરતમાં 60 થી 70 ટકા પ્રોપર્ટી કબજા રસીદની છે. મોદી સરકાર રાત્રે 12 વાગે ભાંગ પીને આવા આડા તેડા કાયદાઓ બહાર પાડે છે. ત્યારે વિચારતી નથી કે 5 થી 7 પાનાની કબજા રસીદમાં કયો વકીલ અંશાતધારાની પરમિશન 11/03/2022 પછી લઈને આવ્યો છે. અને ક્યા કલેકટર સાહેબે કબજા રસીદમાં અશાંતધારાની પરમિશન આપી છે.

બધા વકીલોનું કહેવું છે કે 5 થી 7 પાનાંની કબજા રસીદ હોય છે. એમાં ટાઈટલ મળતા નથી. એટલે અંશાંતધારાની પરમિશન કોઈ સંજોગમાં મળશે નહી. દસ્તાવેજ 35 થી 40 પાનાનું હોય છે. ત્યારે એમાં મુશ્કેલી કલેકટર સાહેબની પરમિશન મળે છે. કબજા રસીદમાં અંશાતધારાની પરમિશન કોઈ કલેકટર સાહેબ આપશે નહીં. વેરાબિલ નામ ટ્રાન્સફર અને કબજા રસીદ નામ ટ્રાન્સફરનું ફરીથી ચાલુ કરાવો અને તેમાથી અંશાતધારાનો કાયદો કઢાવો.
સુરત     – એક દેશ પ્રેમી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકારી સિસ્ટમમાં પેંધેલો સડો અને ઠગવિદ્યા
કિરણ પટેલ નામનો (કહેવાતો) મહાઠગ દેશની સૌથી શક્તિશાળી ઓફિસના અધિકારીનો સ્વાંગ રચીને પાંચ પાંચ મહિના સુધી જમ્મુ કાશ્મીર રાજ્યનો વીવીઆઈપી મહેમાન બની રહ્યો એ ઘટના સરકારી સિસ્ટમમાં પેંધેલો સડો દર્શાવે છે. આ ઘટનાને દેશની સુરક્ષાની દૃષ્ટિથી એક અતિ ગંભીર પોલીસ અને સરકારી ક્ષતી ગણી શકાય જેની યોગ્ય તપાસ અને જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી આવશ્યક છે.

આ ઘટના સંદર્ભે કંઈક એવું સમજાય છે કે, સાંપ્રત સમયમાં નિયમો પાળવા કે પધ્ધતિ અનુસરવાની બાબતમાં સત્તામાં બેઠેલાં રાજકીય પક્ષનાં વગદાર હોદ્દેદારો કે મહાનુભાવો સંકળાયેલા હોય તો એ પક્ષના રાજકીય પ્રભાવ કે તેની નેતાગીરીના ડર હેઠળ પોલીસ કે અન્ય સરકારી એજન્સીઓ નિયમોમાં બાંધછોડ કરવાનું કે જરૂરી તપાસ ન કરવાનું વલણ ધરાવે છે, પરિણામે આવા લેભાગુ તત્વોને મોકળુ મેદાન મળી જાય છે. ઉપરોક્ત ઘટનાની ગંભીરતા જોતાં દેશહિતમાં તેની તપાસ સરકારી રાહે ન થતાં સ્વતંત્ર ન્યાયાધીશ દ્વારા થવી આવશ્યક છે. !
નવસારી – કમલેશ મોદી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top