કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

વરૂણ ધવન અને નતાશા દલાલ 24 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન પહેલાં જ તેઓ ખુબ ચર્ચામાં છે અને તેમના લગ્ન પહેલાના કાર્યોના સમાચારો પણ બી-ટાઉનથી ચાહકો સુધી ખૂબ ચર્ચામાં છે.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

છેલ્લા કેટલાક સમયથી આ બંનેના લગ્નને લઈને સમાચાર આવી રહ્યા છે. આખરે, બંને 24 જાન્યુઆરીએ અલીબાગમાં લગ્ન કરવા જઇ રહ્યા છે. વરૂણ ધવનના કાકા અનિલ ધવને આ બાબતની પુષ્ટિ કરતાં કહ્યું કે, અલીબાગના ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ છે. 

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

બંને પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે. હવે વાત કરીએ કે નતાશા દલાલ કોણ છે જેની સાથે બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન સાત ફેરા લેશે.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

નતાશા દલાલ મુંબઈ સ્થિત ફેશન ડિઝાઇનર છે. તેણે ન્યૂયોર્કના ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એફઆઈટી) થી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. 2013 માં તે ભારત પરત આવી હતી.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

ભારત આવ્યા પછી તેણે પોતાનું એક ડિઝાઇન હાઉસ શરૂ કર્યું. આ ફેશન ડિઝાઇન હાઉસનું નામ નતાશા દલાલ લેબલ રાખવામાં આવ્યું છે. તેનું આ લેબલ લગ્ન સમારંભ અને લગ્નના પોશાકો માટે પ્રખ્યાત છે.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

વરૂણ સાથે નતાશાના સંબંધો વિશે વાત કરો તો બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ક્લાસના મિત્રો પણ રહ્યા છે.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

તાજેતરમાં જ કરીના કપૂરના ચેટ શો વ્હાઈટ વુમન વોંન્ટમાં વરૂણે પણ નતાશા સાથેની તેની પહેલી મુલાકાતનો ખુલાસો કર્યો હતો.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

વરુણે કહ્યું હતું કે નતાશા સાથે તેની પહેલી મુલાકાત શાળામાં છઠ્ઠા ધોરણમાં થઇ હતી. બંને ઘણા વર્ષોથી મિત્ર હતા. બાદમાં તેઓએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

વરૂણ અને નતાશાએ લાંબા સમય સુધી પોતાના સંબંધને ખાનગી રાખ્યો. આની પાછળ એક કારણ પણ છે કે નતાશા લાઈમલાઈટમાં આવવાનું પસંદ નથી કરતી. એવા બહુ ઓછા પ્રસંગો છે જ્યારે નતાશા વરુણ સાથે બહાર જોવા મળી હોય.

કોણ છે નતાશા દલાલ જેની સાથે વરુણ ધવન સાત ફેરા લેશે

બે વર્ષ પહેલાં વરુણે ઈન્સ્ટાગ્રામ પર નતાશા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે નતાશા સાથે તેના જન્મદિવસની શુભેચ્છા સાથે ફોટા શેર કર્યા હતા.

Related Posts