Dakshin Gujarat Main

વલસાડ-ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી ટેમ્પોમાં સફેદ પાવડરની આડમાં લઇ જવાતો દારૂ ઝડપાયો

વલસાડ: (Valsad) વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર ઓવરબ્રિજ પરથી આઇસર ટેમ્પામાં પાવડરની આડમાં લઇ જવાતો રૂપિયા ૧૩.૬૨ લાખનો ઇંગ્લિશ દારૂ (Alcohol) વલસાડ સિટી પોલીસે ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી હતી. ટેમ્પોમાં સુરત (Surat) તરફ ઇંગ્લિશ દારૂ લઇ જવાઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસે (Valsad City Police) વલસાડ ધરમપુર ચોકડી નેશનલ હાઇવે(National Highway) નંબર 48 ઓરવબીજ સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે આઈસર ટેમ્પો નંબર એમ એચ ૪૮ ટી ૪૫૪૧ આવતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા સફેદ પાવડરની આડમાં લઇ જવાતો રૂપિયા ૧૩.૬૨ લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૨૯૦૪ અને સફેદ પાવડરની થેલી નંગ 112 જેની કિંમત ૫.૦૫.૯૯૫ લાખનો મળી આવ્યો હતો. પોલીસે ઉત્તર પ્રદેશના ટેમ્પોચાલક અજીત નાગેશ્વર યાદવને ઝડપી પાડ્યો હતો.. માલ ભરાવનાર સેલવાસના અને માલ મંગાવનાર ઉત્તર પ્રદેશના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી ૧૮,૬૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ તિથલ રોડ ઉપર બુટલેગો પટકાયા ને દારૂની બોટલો ફૂટી ગઈ, પોલીસે બેને પકડી પાડ્યા
વલસાડ: વલસાડ તિથલ રોડ ઉપર માપેડ ઉપર દારૂ લઈને જઈ રહેલા બુટલેગરે બાઈક ચાલકને અડફેટે લેતા રસ્તા ઉપર દારૂની બાટલી ફુટી ગઇ હતી. બુટલેગરો ભાગવા જતાં વલસાડ સીટી પોલીસે બે બૂટલેગરોને ઝડપી પાડયા હતા. ઈજા થયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. જે અંગેની ફરિયાદ નોંધાઇ છે.

વલસાડ સીટી પોલીસના પોલીસ કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય એમની ટીમ સાથે તિથલ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે તિથલ રોડ જકાતનાકા એમ સ્ક્વેર મોલ પાસે મોપેડ ઉપર બે યુવાનો દારૂ લઈને પુરઝડપે જઇ રહ્યા હતા. ત્યારે બાઇક ચાલકને અડફેટે લેતાં બુટલેગરો નીચે પટકાયા હતા. દારૂની બોટલો પણ રસ્તા પર ફૂટી જતાં વેરવિખેર થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક બુટલેગરોનો પીછો કરીને વલસાડ તાલુકાના ઓલગામ દરબાર ફળિયામાં રહેતા આર્યન ભાણાભાઈ પટેલ અને રોલા ડુંગરીમાં રહેતા વિરાન કાંતિલાલ પટેલને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાન મનોજ વેલજીભાઈ ચાવડીયાને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઇ છે.

Most Popular

To Top