Vadodara

વડોદરા: વીમા પોલિસીના પેમેન્ટના નામે ઓનલાઇન ઠગતી ટોળકી દિલ્હીથી ઝડપાઇ

 વડોદરા: (Vadodara) શહેરના સમા સાવલી રોડ પર રહેતી વૃદ્ધા ઓનલાઇન ઠગાઇ આચરતી ગેંગનો શિકાર બની હતી. જેમાં વીમા પોલિસીના (Policy) પેમેન્ટના બહાને દિલ્હીની (Delhi) ટોળકીએ વૃદ્ધ મહિલા પાસેથી વિવિધ ફીસ અને ચાર્જીસ ભરવાના બહાને 52.77 લાખ ભરાવડાવી છેતરપિંડી (Fraud) આચરી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે સતત સાત દિવસ દિલ્હીમા રેકી કરીને પાંચ લોકોની ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ છે ટોળકીએ અત્યાર સુધીમાં 25 જેટલા લોકોને ઠગ્યા હોવાનું જાણવા મળ્યું છે..ઝડપાયેલા તમામ ભેજાબાજોને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.

વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલી સાકા રેનેકમાં આવેલી સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન મહિલા મીનાબેન રાજેશ બાખરુ પર થોડા દિવસો અગાઉ એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેવાળાએ આલોક અગ્રવાલ વીમા લોકપાલ ઓફિસ દિલ્હીથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. જેથી મહિલાએ દિલ્હીનું એડ્રેસ માગ્યુ હતું. જેથી ઠગ આલોક અગ્રવાલે ઓફિસ એડ્રેસ ટેક્સ્ટ મેસેજ કરીને આપ્યું હતું. તેના દ્વારા આપેલું સરનામુ મહિલાએ ઓનલાઇન ચેક કર્યું હતું. જેમાં ગૂગલ મળી આવતા તેમને વિશ્વાસ આવી ગયો હતો. ત્યારે ભેજાબજાે મહિલાએ જણાવ્યું હતું કે તમે જે 12 ઇન્સ્યોરન્સ પોલીસ અગાઉ લીધી હતી. તેનું એકવાર પેમેન્ટ આપ્યું છે બાકીના પેમેન્ટ બાકી છે અને કર્યા નથી.

તમારી બધી પોલિસીમાં એજન્ટ કોડ લાગેલો છે તે રિમૂવ કરાવવો પડેશે તો તમારી પોલિસીનું પેમેન્ટ રિલીઝ થશે અને તમારી રૂપિયા પરત અપાવીશ.જેથી મહિલાએ તેનું ઓળખકાર્ડની માગણી કરતા ઠગે સિક્યુરિટી પર્પઝથી આપી શકાશે નહી તેમ કહ્યું હતું. ત્યારબાદ તેણે એજન્ટ કોડ રિમૂવ કરવા માટે એક પોલિસીના 4 હજાર રૂપિયા તથા 100 સ્ટેમ્પ 12 પોલિસીના રૂ.49 હજાર આપવા પડશે. આમ કરીને બેજાબાજે મહિલા પાસેથી અલગઅલગ ચાર્જ અને જીએસટીના બહાને જુદા જુદા ખાતામાં 52.77 લાખ ભરાવડાવ્યા હતા અને આ વિમા પોલિસીના કમિશન સાથે પરત મળશે તેમ કહી છેતરપિંડી આચરી હતી.

જેથી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે દિલ્હીથી ફ્રોડ થયો હોવાની માહિતી મળતા એસીપી હાર્દિક માકડિયા અને પીઆઇ બીએન પટેલ સહિતના 3 ટીમો બનાવી સતત 7 દિવસેથી દિલ્હીમાં રેક કરતી હતી. દરમિયાન એક રૂમમાં કોલ સેન્ટર ચાલતુ હોય ત્યાં દરોડો પાડીને ઓનલાઇન ઠગાઇ કરતા પાંચ લોકોને ઝડપી પાડી વડોદરા લાવ્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી 16 મોબાઇલ, 2 લેપટોપ,1 પેન ડ્રાઇવ અને 1 પ્રિન્ટર સહિતના મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ સરનામા

  • મોહમદ શાહબાજ મોહમદ આલમ (હાલ રહે. રોહીણી દિલ્હી, મૂળ બિહાર)અંકિત અશોક (રહે. સહરસા દિલ્હી)
  • મોહિત રવિન્દ્ર બત્રા (રહે.રોહિ્ણી દિલ્હી)આશિષ અશોકકુમાર ( રહે.રોહિ્ણી દિલ્હી)
  • અવનીશ ઉર્ફે ટોની રૂષિપાલ પંચાલ (રહે.ગાજીયાબાદ ઉત્તરપ્રદેશન)

કેવી રીતે ગુનાને અંજામ આપતા હતા. ?
દિલ્હીના ભેજાબાજો વિમી પોલિસી રિન્ટુ કરવાના બહાને અથવા પાસ કરવાના બહાને કે પછી જીએસટી ચાર્જ સ્ટેમ્પ ફીના બહાને જુદા જુદા નંબરથી ફોન કરી ઓનલાઈઇન માધ્યમથી નાણા પડાવતા હતા. ઠગો ઓએલએક્સ પર નોકરીની જાહેરાત મૂકીને રિસ્યુમ મેળવતા હતા. ત્યારબાદ તેઓને સંપર્ક કરીને કન્સલ્ટન્સી ફી પ્રોસેસિંગ ફી અને સીટ ફી જેવા વિવિધ બહાને રૂપિયા માંગીને રિસીપ્ટનો ફોટ પાડી મોકલીને વિશ્વાસ કેળવ્યા બાદ ઠગાઇ આચરતા હતા.બોક્સ- ભેજાબાજો પૈકી એક બી એ ગ્રેજ્યુએટ બીજો બીએ અ્ને ત્રીજો ડિપ્લોમા પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો

વીમાના નામે છેતરપિંડી આચરનાર ટોળકીના મોહમદ શાહબાજે ધોરણ 11 પાસ છે. જ્યારે અંકિતકુમાર અશોકકુમારે બીએ સુધીનો અભ્યાસ કર્ચો છે. મોહિત બત્રાએ પણ ધોરણ 10 સુધી અભ્યાસ કરી બેઠો છે. આશિષ અશોક બીએ સુધી દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. જ્યારે અવનીશ ઉર્ફે ટોનીની રૂષિપાલ પંચાલે ડિપ્લોમાં પ્લાસ્ટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આમ ભણેલા ગણે ભેજાબાજોએ ટોળકી બનાવીને ઠગાઇનું નેટવર્ક શરૂ કર્યું હતું.

Most Popular

To Top