Vadodara

એક અઠવાડીયામાં વડોદરા પશ્ચિમ રેલવેની શી-ટીમે 9 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યુ્ં

વડોદરા : બાળકો અગમ્ય કારણોથી ઘરમાંથી નીકળી બાદ ભુલા પડી રેલવે સ્ટેશન (Railwat station) પર પહોંચી જતા હોય છે. ત્યારે આવા ભૂલા બાળકોને પશ્વિચ રેલવે (Western Railway) પોલીસ (Police) દ્વારા સજાવીને પરિવારને સોંપાતા હોય છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં વડોદરા (Vadodara) રેલવે પોલીસની શી ટીમ (SHE Team) દ્વારા ભુલા વપડી ગયેલા 9 બાળકોનું સમજાવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આ કામ હાથ ધરવામાં આવ્યું છે.

  • ઘરમાંથી નીકળી ગયા બાદ રેલવે સ્ટેશનો પર પહોચેલા બાળકોને શી ટીમે સમજાવ્યાં
  • વાપી-1, સુરત-2, વડોદરા-2, દાહોદ-4 એમ મળી કુલ-9 બાળકો પરીજનો સોંપ્યાં

પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે વડોદરા સરોજકુમારીએ ટ્રેનોમાં થતી મહિલાઓની કનડગત રોકવા અને અન્ય કારણોસર ઘરમાંથી નિકળી ગયેલા અને ભુલા પડેલા બાળકોને સમજાવી તેના વાલી સાથે મિલન કરાવવાની તથા સમજ સ્પર્શ (ગુડ ટચ બેડ ટચ) અવર્નેસ અભ્યાન અંગે નાના બાળકોને લોક જાગૃતિ લાવવા સુચના આપવામા આવે છે. જેના આધારે શી ટીમ ઇન્ચાર્જ પીઆઇ સુચના આધારે પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે રેલ્વે સ્ટેશન પર અને ચાલુ ટ્રેનમા શી ટીમના કર્મચારીઓ દ્વારા પેટ્રોલીંગ કરવામા આવ્યું છે.

આ દરમ્યાન ઘરેથી નિકળી ગયેલા અને ભુલા પડેલા બાળકોને શોધવાની અને પુન: તેના પરિવાર સાથે મિલન કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા એક અઠવાડીયામા પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની શી ટીમ દ્વારા વાપી-1, સુરત-2, વડોદરા-2, દાહોદ-4 એમ મળી કુલ-9 બાળકોને તથા સ્ત્રીઓને તેઓના પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું છે.

અઠવાડીયા દરમ્યાન ગુડ ટચ બેડ ટચ અવર્નેસ અભિયાન દ્વારા કામગીરી કરાઇસમજ સ્પર્શ (ગુડ ટચ બેડ ટચ) અવર્નેસ અભિયાન બાબતે પણ દરેક પોલીસ સ્ટેશનમાં સુચના કરી છે જે બાબતે પશ્ચિમ રેલ્વે પોલીસ વડોદરાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા પોત-પોતાના રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઉપર, વેઇટીંગ રૂમ, મુસાફરખાના, ટ્રેનોમાં તથા રેલ્વે પોલીસ લાઇન ખાતેની ૩00 મહિલાઓ /પુરૂષો તથા બાળકોને ” ગુડ ટચ બેડ ટચ ” બાબતે અવર્નેસ અભિયાન ચલાવી પ્રસંશનીય કામગીરી કરી છે.

Most Popular

To Top