Vadodara

વડોદરામાં પશુના ઘાસચારાની આડમાં લઇ જવાતો 6.19 લાખનો વિદેેશી દારૂ ઝડપાયો

વડોદરા: પશુના ઘાસચારાની આડમાં ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી વડોદરા તરફ લઇ જવાતો દારૂનો (Alcohol) જથ્થો ઝડપાયો છે. વડોદરા (Vadodara) તરફ લઇ જતી વેળા નેશનલ હાઇવે 48 (NH 48) પર કિયા ગામના પાટિયા પાસેથી જિલ્લા એલસીબીની (LCB) ટીમે દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. પોલીસે (Police) વિદેશી દારૂ, મોબાઇલ અ્ને ટ્રક મળી 16.19 લાખનો મુ્દ્દામાલ કબજે કરી કરજણ પોલીસને સુપરત કરાયો છે.

આગામી તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો દ્વારા દારૂનો સ્ટોક કરવા માટે બહારથી દારૂનો જથ્થો મંગાવી રહ્યા છે. પોલીસ પણ દારૂના સ્ટોક કરવાનો બૂટલેગરોને મનસૂબો સદંતર નિષ્ફળ બનાવવા માટે સક્રિય બની છે અને વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગની કામગીરી વધારે સઘન બનાવવામાં આવી છે. દરમિયાન જિલ્લા એલસીબીના પીઆઇ કૃણાલ પટેલને ગુરુવારે બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જથ્થો ભરીને ભરૂચથી વડદરા તરફ આવવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે 48 પર કિયા ગામન પાટિયા પાસે ભરૂચથી વડદોરા તરફના રોડ પર વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબની ટ્રક આવી હતી. જેથી એલસીબીની ટીમે તેને ઉભી રખાવતા ટ્રકમાં માત્ર અવતારસિંહ જગીરસિંહ ચૌહાણ (રહે. બકાના શરીફ ગઢ તા. શાહબાદ માર્કંડ જિ.કુરુક્ષેત્ર હરિયાણા) બેઠેલો હતો. જેથી તેને પૂછપરછ કરતા ટ્રકમાં પશુના ચારાનો કચરો ભર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા ઘાસચારાની નીચે વિદેશી દારૂનો સંતાડ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી ઘાસચારી નીચેથી 6.19 લાખો વિદેશી દારૂનો જથ્થો કઢાવ્યો હતો.આમ પોલીસે ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો 6.19 લાખ, એક મોબાઇલઅને ટ્રક મળી 16.19 લાખનો મુદ્દામાલ કબજે કરી કરજણ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યા છે. ટ્રક ચાલકની દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો, ક્યા્થી ભરીને લાવ્યો કોને કેઇ જગ્યા પર ડિલિવરી આપવા માટે જવાનો હતો તેની પૂછપરછ કરતા તેણે ટ્રક કુલદીપ (રહે. અંબાલા)એ ચંદીગઢ ટરપુન ચોક પાસેથી દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો અને તેના કહ્યા મુજબ દારૂ આપવાનો હતો.

સ્ટેટ મોનિટરિંગ વિસ્તારમાં એસએમસીનો ફરી સપાટો
ગણપતપુરાથી 2.27 લાખના દારૂ સાથે બે ઝડપાયાંસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા જિલ્લામાં સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી દારૂ ભરેલી ટ્રક પકડી હતી. ત્યારે ફરીવાર મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં દુમાડ ગણપતપુરા ગામે એસએમસીની ટીમે દરોડો પાડીને 2.27 લાખના વિદેશી દારૂ સાથે જગદિશ ઝીણા ઠાકોર અને કિરણ બાબર ભાલિયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે મનોજ અલ્પેશ ઠાકોર, કિશન, પ્રવિણ ઠાકોર અ્ને ધવલ મુન્નો જયસ્વાસને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, બે મોબાઇલ ત્રણ વાહનો અને રોકડ મળી 6.28 લાખનો મુદ્દામાલ કબજે કરી મંજુસર પોલીસને સુપરત કરાયો છે.

Most Popular

To Top