Charchapatra

વધતી વસ્તીને દેશનો પાવર બનાવો

કિંમતી માનવસંશાધનની બાબતમાં આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ. વિશ્વમાં વસ્તીમાં પ્રથમ ક્રમાંક ચીન પછી આપણો ક્રમ આવે છે. વર્ષ 2030 સુધીમાં ભારત દેશની વસ્તી પ્રથમ ક્રમે પહોંચવાની ધારણા હતી. જે હવે ખોટા ઠરી શકે એમ છે. પ્રથમક્રમ મેળવનાર ચીનને પણ હરાવવાની ક્ષમતાથી સુસજ્જ બનવા આપણે તૈયાર થવાના છીએ. WHO એ આગાહી કરી છે કે 2023માં વસ્તીમાં ભારત વિશ્વની વસ્તીમાં વધારાનાં લીધે પ્રથમક્રમ મેળવી મહાસત્તા બની શકે એમ છે. વધુ વસ્તીએ આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે.

પરંતુ જો તેને સમયસર યોગ્ય રીતે કેળવવામાં આવે તો આ વસ્તી ઉપયોગી સંશાધન પણ બની શકે. ડ્રેગન ગણાતા ચીને આ બાબતને પહેલેથી જ અમલમાં મૂકી દીધી છે. એટલે જ ત્યાં શિક્ષણનું પ્રમાણ 99.4% જેટલું છે. આપણાં કરતાં 20% વધુ સાક્ષરતા ધરતા દેશમાં વૃદ્ધિ અને વિકાસમાં આગળ છે. ઉપરાંત રમોત્સવમાં ઓલિમ્પિક ગેમ્સમાં પરિણામો જોયાં 88 મેડલો સાથે તેમાં પણ ચીન બીજા ક્રમે છે. આમ, વસ્તી વધુ તો છે જ પરંતુ તે વસ્તીને ઉપયોગી માનવસંશોધન બનાવી વિકાસની હરોળમાં આગળ છે ત્યાં બાળકોને નાનપણથી જ ખૂબ મજબૂત બનાવવામાં આવે છે જે દેશનું ભાવિ છે.

એટલે તેમને નાનપણથી ટેકવેન્ડો, કરાટે, બોક્સીંગ જેવી સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવે છે. સાથોસાથ શિક્ષણમાં પણ સરકાર અને વાલીઓની ભાગીદારી પણ એજ જોવા મળે છે. શું પ્રથમક્રમ મેળવી આપણે આપણા બાળકો માટે આટલી કાળજી રાખી શકીશું કારણકે તેઓ જ કિમ્બી માનવસંશોધન છે હવે જ્યારે વસ્તીમાં આપણે આપણા બાળકો માટે આટલી કાળજી રાખી શકીશું કારણકે તેઓ જ કિંમ્બી માનવસંશાધન છે હવે જ્યારે વસ્તીમાં આપણે મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ ત્યારે બુદ્ધિધન અને સક્ષમ વસ્તી બનાવવાની દિશામાં વિચારવાની તાતી જરૂરીયાત છે આપણી વસ્તી આપણા માટે પાવર બને એની જરૂરીયાત છે.
ભટાર    – ભાવિશા પી. ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top