Entertainment

NCBની ક્લીનચીટ બાદ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ક્લબમાં પાર્ટી કરતો જોવા મળ્યો, વીડિયો વાયરલ

મુંબઈ: સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Sharukh khan) લાડકવાયો પુત્ર આર્યન ખાન (Aryan Khan) ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Drug Case) પકડાયો ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. 25 દિવસથી વધુ ઓર્થર જેલમાં રહ્યા બાદ શાહરૂખ ખાને ઘણી જહેમત બાદ આર્યનને જામીન પર છોડવી શક્યો હતો. ત્યાર બાદ એનસીબીએ (NSB) આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી હતી. જ્યારે તેેને ક્લીનચીટ મળી ત્યારે પબ્લિક પ્લેસમાં આવવાનું ટાળતો હતો. ક્લીનચીટ મળ્યા બાદ હવે ધીમે ધીમે તેની લાઈફ સામાન્ય થવા લાગી છે. આર્યન હવે અનેક ઇવેન્ટ્સમાં પણ જોવા મળે છે. અને હવે તે નાઇટ ક્લબમાં પણ તેના મિત્રો સાથે જોવા મળ્યો હતો. આર્યન ખાન ક્લબમાં પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ક્લબમાં મિત્રો સાથે આર્યનની પાર્ટી
ક્લબમાં પાર્ટી કરતા આર્યન ખાનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ઘણા અલગ-અલગ પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે. આર્યન એક ક્લબમાં જોવા મળ્યો હતો, જ્યાં DJના સોન્ગ વચ્ચે આર્યન તેના મિત્રો સાથે ચીલ કરતા જોવા મળ્યો હતો. આ વાયરલ વીડિયોમાં આર્યન ખાન બ્લેક ટી-શર્ટ પહેરી છે અને માસ્ક પહેર્યું છે. આર્યન ખાન માસ્ક ઉતારીને ડ્રિંક લે છે અને ત્યાર બાદ ફરી તે માસ્ક પહેરી દે છે. જેનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આર્યન ખાનના જે ફેન પેજ પર તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે તેના અનુસાર આ ક્લિપ સોમવાર રાતની કહેવામાં આવી રહી છે. આર્યન ખાન ક્લબમાં ચીલ કરતો જોવા મળે છે. આ સાથે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે આર્યન સાથે ક્લબમાં સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન પણ હતો. આર્યનને એન્જોય કરતા જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. આર્યન ખાનની વાત કરીએ તો તે બીટાઉનનો શાનદાર સ્ટાર કિડ છે. આર્યનની એક ઝલક મેળવવા ચાહકો આતુર છે. ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ તેને ચાહકોનો ભરપૂર સમર્થન અને પ્રેમ મળ્યો છે. શાહરૂખ ખાને પણ પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી નથી. સૌથી સારી વાત એ છે કે તેને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે અને તેનો પાસપોર્ટ પણ પરત કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે આર્યન પણ વિદેશ જઈ શકશે.

Most Popular

To Top