National

ચીને બાંગ્લાદેશ સાથે કરી અવળચંડાઇ, શેખ હસીનાએ ત્યારબાદ ભારત પાસે માગી મદદ, જાણો

ચીન (CHINA) તેની યુક્તિઓથી કદી સુધરશે નહી. એક તરફ, ભારતે (INDIA) ઉદારતાપૂર્વક તેના પાડોશી દેશોમાં કોરોના રસી ( CORONA VACCINE) ના લાખો ડોઝ મફતમાં મોકલ્યા. બીજી બાજુ, ચાઇના, જે પોતાને એક મોટી શક્તિ ગણાવે છે, તેણે તેના સાથી દેશોને ક્લિનિકલ ટ્રાયલ્સ (CLINICALLY TRAIL) માં થયેલા ખર્ચમાં ભાગ આપવા જણાવ્યું હતું. આ જ કારણ છે કે બાંગ્લાદેશે (BANGLADESH) ચીની રસી ન લઈ ભારત પાસેથી રસી માંગી હતી.

ભારતે કોરોના રસીના 20 લાખ ડોઝ માત્ર ભેટ તરીકે બાંગ્લાદેશ મોકલ્યા છે. આ ઉપરાંત કરાર હેઠળ ભારત બાંગ્લાદેશમાં કોરોના રસીના ત્રણ મિલિયન ડોઝ મોકલશે. ભારતે બાંગ્લાદેશને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવાયેલી કોવિશિલ્ડ (COVISHIELD) રસી મોકલ્યું છે. 17 ડિસેમ્બર 2020 ના રોજ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળ્યા હતા. તે સમયે વડા પ્રધાન મોદીએ તેમના બાંગ્લાદેશી સમકક્ષને ખાતરી આપી હતી કે ભારત તેમની દરેક જરૂરિયાતમાં છે. કોવિડ -19 રસી, રસી વિતરણ, સહ-ઉત્પાદન અને બાંગ્લાદેશને રસી પહોંચાડવાના સ્તરે હવે બંને દેશોમાં સહયોગ ચાલુ છે.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતના રાજદૂતોના જણાવ્યા અનુસાર, 2020 ઓક્ટોબરની આસપાસ, ચીન કોરોનાવાકની સપ્લાય અંગે શેખ હસીના સરકાર સાથે કરાર કરવા માંગતો હતો. કરારની એક શરત એ હતી કે ઢાંકાને ક્લિનિકલ ટ્રાયલ્સનો ખર્ચ આપવો પડશે. ઢાંકાએ શરત સ્વીકારવાની ના પાડી. ચીન તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશ કોઈ અપવાદ નથી કારણ કે સિનોવાક કંપની પાસેથી જે રસી ખરીદે છે તેમના માટે આ શરત સમાન છે.

આ પછી, ઢાંકાએ ચીનને પીઠ બતાવી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસીના પુરવઠા માટે મોદી સરકાર સાથે કરાર કર્યો હતો. 3 કરોડ ડોઝમાંથી ભારતે 3 લાખ ડોઝ બાંગ્લાદેશ મોકલી આપ્યા છે.

આ દેશોએ ચીનની રસી અંગે આશંકા વ્યક્ત કરી હતી
ભારત પાસેથી રસી માંગનારા શ્રીલંકા અને નેપાળે પણ ચીનની કોવિડ રસી અંગે આશંકા વ્યક્ત કરી હતી. તે જ સમયે, ભારતની રસીની માંગ નાના દેશોમાં વધી રહી છે.ભારતે સાત પાડોશી દેશોને કોરોના રસીના 5 મિલિયન ડોઝ આપ્યા છે. ભારતે પહેલી વાર 20 જાન્યુઆરીએ ભુતાનમાં કોરોના રસી મોકલી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top