Dakshin Gujarat

ઉમરગામના સંજાણમાં આ નજીવી બાબતમાં બાઇક રોકી યુવાનને માથામાં ફટકો મારી દેવાયો

ઉમરગામ: (Umargam) ઉમરગામનાં સંજાણમાં પૈસાની અદાવતમાં મોટરસાયકલ (Motorcycle) ચાલકને રસ્તામાં રોકી માથામાં સળિયાનો ફટકો મારી દેતા બેભાન હાલતમાં વલસાડ (Valsad) સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ બનાવની ચાર જણા વિરુદ્ધ પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવાય છે.

  • સંજાણમાં પૈસાની અદાવતમાં બાઇક રોકી યુવાનને માથામાં ફટકો મારી દેવાયો
  • યુવકને બેભાન હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો

ઉમરગામ તાલુકાના સંજાણ મચ્છી બજારમાં રહેતા મયનુદીન મુનીરભાઈ ઈનામદાર પોતાના મિત્રને ગરીગાવ મહારાષ્ટ્ર ખાતે મળી પરત સંજાણ ઘરે આવવા નીકળ્યો હતો. ત્યારે શુક્રવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે સંજાણ મચ્છી બજાર જાહેર રોડ ઉપર તેની મોટરસાયકલને મોયુનીદિન મહમદ શેખ, ફરાદ મહમદ શેખ, મહમદ યુનિશ શેખ અને માયનુર મહમદ શેખ (તમામ રહે સંજાણ)એ રોકી પૈસા કેમ આપતો નથી તેમ કહી ગાળો બોલી ઢીક મુક્કીનો માર માર્યો હતો. મોયુનીદિને બાજુમાં પડેલો લોખંડના સળીયાનો ફટકો માથામાં તથા પગમાં માર્યો હતો.

તે વખતે લોકો ભેગા થઇ જતાં અને મયનુદીનનો ભાઈ વાજીત તથા વિજય આવી જતા હુમલાખોરો જતા જતા હવે પછીથી રસ્તામાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતાં. સને 2021 નવેમ્બર મહિનામાં હર્ષિલભાઈએ મોયુનીદિન મહમદ શેખ પાસેથી રૂપિયા 10000 લીધા હતા તે પછી પૈસા આપી દીધા હોવા છતાં મોયુનીદિન શેખે હર્ષિલ તથા માતા વહીદાને માર માર્યો હતો. જે બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સામ સામે પોલીસ ફરિયાદ થયેલી છે. માથાના ભાગે ગંભીર ઈજાના કારણે મયનુદીન બેભાન થઈ જતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાપી-દેગામ માર્ગ પર વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત
વાપી : વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, રાની ફળિયા, આહવામાં શાહરૂખ મુસ્તકીમ શાહ (ઉં.26) તથા તેમનો કુટુંબી સાળો ભાવેશ સુનિલ ચૌધરી (ઉં.23) રહે છે. વાપી કોર્ટમાં તારીખ હોવાથી સાળા-બનેવી બાઈક નં. જીજે-21 એ-3871 લઈને આવી રહ્યા હતાં. તેઓ વાપી દેગામ, ગંગાજી ફળિયું, સ્મશાન સામેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પીકઅપ વાહનની ટક્કર બાઈકને લાગતા બંને ફેંકાઈ ગયા હતાં. આ બાઈક કુટુંબી સાળો ભાવેશ ચલાવતો હતો અને તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે શાહરૂખને નાની-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તરત જ શાહરૂખે 108ને ફોન કર્યો હતો. તેને ધરમપુર હોસ્પિટલ સારવાર માટે ખસેડતા સાળા ભાવેશને ગંભીર ઈજા હોય ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જે બનાવની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે શાહરૂખ શાહે નોંધાવી હતી.

Most Popular

To Top