Entertainment

સલમાન ખાનના ફાર્મહાઉસમાં ઘૂસેલા બે લોકોની નકલી આધાર કાર્ડ સાથે ધરપકડ, ગેંગસ્ટર તરફથી મળી ધમકી

મુંબઇ: જ્યારથી બોલિવૂડના દબંગ સલમાન ખાનને (Salman Khan) લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) તરફથી જીવથી મારી નાંખવાની (Murder) ધમકીઓ મળી છે. ત્યારથી તેની સુરક્ષા કડક કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ચૂકથી બચવા માટે સલમાન ગાર્ડ્સ (Guards) સાથે હંમેશા કડક સુરક્ષા (Security) વચ્ચે રહે છે. દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પનવેલ સ્થિત સલમાન ખાનના ફાર્મ હાઉસમાં બે લોકોએ બળજબરીથી (Coercion) ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બંને ઇસમો તાર તોડીને ફાર્મ હાઉસમાં (Farm house) ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બંને આરોપીઓએ વાઝે ગામમાં સલમાન ખાનના અર્પિતા ફાર્મ હાઉસમાં તારકોલ અને ઝાડના કમ્પાઉન્ડમાંથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને પકડ્યા તો તેમણે પોતાનું ખોટું નામ જણાવ્યા હતાં. પરંતુ સિક્યોરિટી ગાર્ડને શંકા જતાં તેમણે પોલીસને બોલાવીને બંનેને પોલીસના હવાલે કર્યો હતો. બંનેની પાસે નકલી આધાર કાર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.

આરોપિઓના નામ નામ અજેશ કુમાર ઓમપ્રકાશ ગિલ અને ગુરુસેવક સિંહ તેજસિંગ શીખ છે. તેમની ગતિવિધિઓને શંકાસ્પદ ગણાવવામાં આવી રહી છે. પરંતુ બંને પોતાને સલમાન ખાનના ફેન કહી રહ્યા છે. હાલ પનવેલ પોલીસ કેસની તપાસમાં કરી રહી છે.

સલમાન ખાનને અગાઉ ધમકીઓ મળી હતી
સલમાન ખાનના ફાર્મ હાઉસમાં બે અજાણ્યા લોકોના પ્રવેશનો મામલો પણ ગંભીર છે કારણ કે અભિનેતાને છેલ્લા ઘણા સમયથી ગેંગસ્ટરો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈએ દબંગ ખાનને ખુલ્લેઆમ ધમકી આપી છે. તેમજ તેમણે બે વખત સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

અગાઉ સલમાન પર હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું
સલમાન ખાનને ધમકીઓ મળવાનુંકાવતરું 1998થી ચાલી રહ્યું છે. આ વર્ષ દરમિયાન દબંગ ખાનનું નામ કાળા હરણના શિકાર કેસમાં સામે આવ્યું હતું. ત્યારથી બિશ્નોઈ સમુદાયમાં સલમાન ખાનનો વિરોધ ચાલી રહ્યો છે. આ સમાજ તેમની ફિલ્મોનો બહિષ્કાર કરી રહી છે. તેમજ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતાને મારી નાંખવાની ધમકી આપી હતી. તેણે પોલીસ પૂછપરછ દરમિયાન સલમાન ખાનની હત્યાના કાવતરાનો ખુલાસો કર્યો હતો. પોતાનો ગુનો કબૂલતા લોરેન્સે કહ્યું હતું કે તેણે અભિનેતાને મારવા માટે રાજસ્થાની ગેંગસ્ટર સંપત નેહરાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

સંપતે અભિનેતાના ઘરની રેકી પણ કરી હતી. સંપત પાસે હુમલો કરવા માટે જે પિસ્તોલ હતી તેનાથી તે બહુ દૂર સુધી ગોળી મારી શક્યો ન હતો. તેથી તેણે તેના ગામના દિનેશ ફૌજી પાસેથી સ્પ્રિંગ રાઈફલ મંગાવી હતી. આ રાઈફલ 3-4 લાખ રૂપિયામાં ખરીદી હતી. પરંતુ હુમલા પહેલા સંપત નેહરાની પોલીસે ધરપકડ કરી લીધી હતી

Most Popular

To Top