National

બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતીમાં ભારે ભીડના લીધે શ્વાસ રૂંધાતાં બે ભક્તોના મોત

મથુરા: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના (Janmastmi) રોજ વૃંદાવનના (Vrundavan) વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી (Banke Bihari) મંદિરમાં (Temple) યોજાનારી મંગળા આરતી દરમિયાન ભક્તોની ભીડ થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભીડને કારણે શ્વાસ રૂંધાતાં બે ભક્તોના મોત થયા હતા, જ્યારે છ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ મંદિર પરિસરમાં હાજર હતા.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર, મંગળા આરતી બપોરે 1.55 વાગ્યે બાંકે બિહારી મંદિરમાં કરવામાં આવે છે. મંગળા આરતીનું આયોજન વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં લગભગ 800 ભક્ત એકસાથે પ્રવેશ કરી શકે. અનુમાન અનુસાર અહીં હજારો ભક્તો આવી પહોંચ્યા હતા. ભારે ભીડને કારણે ગૂંગળામણ શરૂ થઈ ગઈ હતી. મંગળા આરતીના દર્શન માટે શુક્રવારે રાત્રે હજારો ભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. મંદિરમાં ભક્તોની ક્ષમતા કરતા અનેક ગણા વધુ લોકો હોવાથી ભીડનું દબાણ વધી ગયું હતું.

ગેટ નંબર એક પર ચાર અકસ્માત થયા
બાંકે બિહારી મંદિરમાં 2 એક્ઝિટ ગેટ છે. 1 નંબર અને 4 નંબર. સૌથી પહેલા 4 નંબરના ગેટ પર એક ભક્ત ગૂંગળામણને કારણે બેહોશ થઈ ગયો હતો. પોલીસ કર્મી દ્વારા બેહોશ થયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન મંદિરના 1 અને 4 નંબરના ગેટ પર ભીડના દબાણને કારણે બે ભક્તોના મોત થયા હતા. અકસ્માતમાં નોઈડા સેક્ટર 99માં રહેતા નિર્મલા દેવી પત્ની દેવ પ્રકાશ અને રુકમણી બિહાર કોલોનીના રહેવાસી અને જબલપુરના વતની રામ પ્રસાદ વિશ્વકર્મા (65)નું મૃત્યુ થયું હતું. પરિજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ન હતું. શનિવારે સવારે મૃતદેહ લઈને સ્વજનો ઘરે ગયા હતા.

અકસ્માત સમયે ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.
મંદિરમાં અકસ્માત થયો તે સમયે ડીએમ, એસએસપી, મ્યુનિસિપલ કમિશનર સહિત ભારે પોલીસ દળ હાજર હતો. દુર્ઘટના બાદ તરત જ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓએ બેહોશ થયેલા ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને વૃંદાવનની રામ કૃષ્ણ મિશન, બ્રજ હેલ્થ કેર અને સૌ શૈયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ અગાઉ પણ થયો હતો અકસ્માત
બાંકે બિહારી મંદિરમાં ભીડના દબાણને કારણે અગાઉ પણ અકસ્માતો થયા હતો. હોળી દરમિયાન એક મહિલા ભક્તનું મોત થયું હતું. આ પહેલા ફેબ્રુઆરી 2022માં ગાઝિયાબાદના રહેવાસી એક ભક્તનું મોત પણ ભીડના કારણે થયું હતું. આ અકસ્માતો પછી પણ વહીવટી તંત્રએ બોધપાઠ લીધો નથી. જન્માષ્ટમી પર ભીડ નિયંત્રણ વ્યવસ્થા નિષ્ફળ રહી હતી.

Most Popular

To Top