Business

ટ્વિટર થયું હંમેશા માટે બંધ! એલોન મસ્કનો મોટો દાવ, કંપનીનું નામ બદલી રાખ્યું X

નવી દિલ્હી: જ્યારથી એલોન મસ્કે (Elon Musk) ટ્વિટર (Twitter) ખરીદ્યું છે ત્યારથી આ પ્લેટફોર્મ પર ફેરફારો થયા કર્યા છે. ક્યારેક તેની સેવાઓ બદલાય છે, તો ક્યારેક તેનો લોગો (Logo) ત્યારે હવે ટ્વિટરનું નામ જ બદલી દેવામાં આવ્યું છે. ટ્વિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું છે. કંપની X સાથે ટ્વિટરના મુખ્ય એકાઉન્ટ અને તેનાથી સંબંધિત અન્ય એકાઉન્ટનું નામ બદલી રહી છે. ટ્વિટરનું નામ બદલવાની સત્તાવાર ઘોષણા સોમવારે થઈ હતી જ્યાં ટ્વિટર એકાઉન્ટનું નામ પ્રથમ વખત X કરવામાં આવ્યું હતું. આ પછી પ્લેટફોર્મનો લોગો પણ X કરી દેવામાં આવ્યો હતો. હવે ટ્વિટર હેન્ડલ પણ બદલીને X કરી દેવામાં આવ્યું છે.

ઈલોન મસ્કે શનિવારે મોડી રાત્રે ટ્વિટરમાં ફેરફારનાં સંકેતો આપ્યાં હતા અને કહ્યું હતું કે ટૂંક સમયમાં ટ્વિટરનું નવું નામ અને લોગો લાઈવ કરવામાં આવશે. પહેલા માત્ર ટ્વિટરનો લોગો બદલમાં આવ્યો હતો ત્યારે હવે ટ્વિટર અને અન્ય સંબંધિત એકાઉન્ટના હેન્ડલ્સ પણ X સાથે બદલવામાં આવી રહ્યા છે. આમાં બિઝનેસ, સપોર્ટ, ક્રિએટર્સ અને સ્પોર્ટ્સ જેવા ટ્વિટર હેન્ડલ્સનો સમાવેશ થાય છે.

about.twitter.com બદલાઈને about.x.com
મસ્કની કંપનીએ ટ્વિટરની લિંક about.twitter.com બદલીને about.X.com કરી છે. બીજી બાજુ જો તમે X.com ખોલો છો, તો આ URL તમને Twitter.com પર રીડાયરેક્ટ કરશે. જોકે હજુ પણ ટ્વિટરનું મુખ્ય URL એ જ જૂનું છે એટલે કે twitter.com. આ સાથે કંપનીએ ટ્વિટરનું જૂનું ઓફિશિયલ હેન્ડલ બંધ કરી દીધું છે. કંપનીએ એક પોસ્ટ શેર કરી છે જેમાં બાયોમાં લખ્યું છે કે આ એકાઉન્ટ હવે સક્રિય નથી. વધુ અપડેટ માટે @x ને ફોલો કરો.

થ્રેડ્સના આગમનની અસર ટ્વિટર પર પડી છે
જ્યારે આઇટી કંપની મેટાએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ થ્રેડ્સ રજૂ કર્યું, ત્યારે થોડા દિવસોમાં તેના 100 મિલિયન વપરાશકર્તાઓ હતા. આ પછી તેને ‘Twitter-killer’ જેવા ટાઈટલ આપવામાં આવ્યા હતા, પરંતુ ટ્વિટરના અન્ય હરીફોની જેમ થ્રેડ્સનો પ્રભાવ પણ ઓછો થતો જોવા મળી રહ્યો છે. થ્રેડ્સમાં સક્રિય વપરાશકર્તાઓમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ પર વિતાવેલો સરેરાશ સમય 50 ટકા ઘટીને 20 મિનિટથી 10 મિનિટ થઈ ગયો છે. તે જ મહિનામાં થ્રેડ્સ આવ્યાં પછી તરત જ ટ્વિટર પર ટ્રાફિકમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો.

Most Popular

To Top