SURAT

સુરતનાં અડાજણમાં ભુવો પડતા કોર્પોરેટર અને પાલિકાના અધિકારીઓ દોડી આવ્યાં

સુરત: વરસાદનાં (Rain) વિરામ બાદ શહેરમાં ભુવા પડવાનું ચાલુ થતા ફરી એકવાર પાલિકા (SMC) સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. અડાજણના મુખ્ય માર્ગ પર ભુવો પડતા પાલિકા દોડતી થઈ ગઈ હતી. જોકે સ્થાનિક કોર્પોરેટરોને (Corporator) જાણ કરાયા બાદ પણ સ્થળ પર દેખાતા લોકોની પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં પણ પરિસ્થિતિ નો ત્યાગ મેળવી યદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરવા પાલિકાએ વચન આપતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કોર્પોરેટર તો બસ શોભાના ગાંઠીયા જેવા લાગે છે. આખા અડાજણમાં કોઈ પણ માર્ગ ઉપર ખાડા કોર્પોરેટરને દેખાતા જ નથી એમ કહી શકાય છે. મેટ્રોની કામગીરી વચ્ચે ખાડા અને ગટરના ઢાંકણાં જમીનમાં બેસી ગયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે મોપેડ કે બાઇક સવારો જીવના જોખમે ઉબડ ખાબડ વાળા રસ્તા પર વાહન ચલાવવા મજબુર બન્યા છે. ખાડાથી બચીએ તો બમ્પ અને બમ્પથી બચીએ તો જમીનમાં બેસી ગયેલા ગટરના ઢાંકણાંમાં વાહનનું વહીલ ન પડે એવું ક્યારેય બન્યું નથી.

વધુમાં લોકોએ જણાવ્યું હતું કે અડાજણ વિસ્તારનાં મતદારો લાગણીશીલ છે. ભલે કોર્પોરેટર દેખાય કે ન દેખાય, ખાડા કે ગટર ના ઢાંકણાં રીપેર થાય કે ન થાય પણ કોપોરેટર કે પાલિકાનું ધ્યાન નહિ દોરશે, હવે સીધા મત આપીને હિંમત બતાવશે. પરંતુ પાલિકા કે કોર્પોરેટર ને પ્રાથમિક સમસ્યાઓ નું નિરાકરણ લાવવામાં કોઈ રસ ન હોય એ વાત પાક્કી છે. તેમણે કહ્યું આજે ભુવો પડતા જ લોકો ભેગા થઈ ગયા હતા. આક્રોશમાં પાલિકા અને કોર્પોરેટર દોડી આવ્યા હતા. યુદ્ધ ના ધોરણે રિપરિંગ કામ ચાલુ કરવાની વાત કરી હતી. આવી જ રીતે પોતાના મત વિસ્તારમાં ફરતા હોય તો ખાડા અને બેસી ગયેલી ગટરના ઢાંકણાં પણ રીપેર કરાવી શક્યા હોત, પણ આપણા કોપોરેટર પાસે સમય જ નથ એ વાત પાક્કી છે.

Most Popular

To Top