રેશનકાર્ડમાં સુધારો કરવાના પચ્ચીસસો રૂપિયા?!

હમણાં અમારા રેશનકાર્ડમાં થોડો સુધારો કરવા બહુમાળીની કચેરીનો સંપર્ક કર્યો. સુધારામાં એટલું જ હતું કે ‘બેન’ની જગાએ કાર્ડ બનાવનારે ‘ભાઈ’લખી નાંખ્યું હતું. અમારી પાસે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જે માંગ્યું તે આપ્યું. જે ફોટા સાથે હોય છે. જ્યાં જ્યાં સહી માંગી ત્યાં ત્યાં સહી પણ કરી આપી. વધુમાં 92 વર્ષનાં મારાં મમ્મીનું બર્થ-ડે સર્ટિફિકેટ માંગ્યું તે અમે ક્યાંથી લાવીએ? તેમનો જન્મ ઈ.સ. 1929 માં થયો હતો. તે સમયે આવી કોઈ સુવિધા નહોતી તે શું જે તે અધિકારીને ખબર નહીં હોય? એથી યે આગળ વધી, અમારી પાસે નવેસરથી રેશન કાર્ડ કાઢવાના પચ્ચીસસો રૂપિયા માંગ્યા. વળી જૂનો રેશન કાર્ડ તો બતાવ્યો જ હતો. જે પુરાવા માંગ્યા તે પણ આપ્યા, છતાં રૂપિયાની માગણી? ફરિયાદ કોને કરવી? આ હકીકત કોણ ધ્યાનમાં લેશે? કોણ આનો ઉકેલ લાવશે?
સુરત              – એક કાર્ડધારક આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top