Business

મોટા ઉદ્યોગપતિઓને વિશ્વાસ, 2047 સુધીમાં ગુજરાત થકી વિકસીત ભારતનું સપનું સાકાર થશે

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં (VibrantGujaratGlobalSummit2024) દેશ વિદેશથી મોટા મોટા ઉદ્યોગસમૂહના અગ્રણીઓ સામેલ થયા છે. આ સમિટમાં ફોર્ચ્યુન ટોપ 500 (Fortune500) બિઝનેસમેન જોડાયા છે. આ બિઝનેસમેનોએ ગુજરાતમાં (Gujarat) ડેવલપમેન્ટની તકો અંગે વાત કરતા કહ્યું હતું કે, વિકસીત ભારતનું સપનું ગુજરાત સાકાર કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ફોર્ચ્યુન 500માંની ગણાતી ટોપ કંપનીના વડા, જેમ કે સ્ટીલ કંપનીના આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ, સુઝુકી મોટર્સ કોર્પોરેશનના વડા તોસીઝો સુઝુકી, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખર અને માઈક્રો ટેક્નોલોજીના સીઇઓ સંજય મેલ્હોત્રાએ પોતાના બિઝનેસ પ્લાન જણાવતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2047 સુધીમાં ગુજરાત થકી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકાશે. આ કંપનીઓ સાણંદ અને ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરમાં મોટેપાયે રોકાણ કરી રહી છે અને ભવિષ્યની ટેક્નોલોજી આધારિત ઉદ્યોગો, જેમ કે સેમિકન્ડક્ટર, ડિફેન્સ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ, ઇ-વ્હીકલના એકમો લાવી રહી છે.

ટાટા ગ્રુપ ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેક્ટરી શરૂ કરશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: ટાટા ગ્રુપ (TATA) ગુજરાતના ધોલેરામાં (Dholera) સેમિકન્ડક્ટર ફેક્ટરી (Semiconductor factory) બનાવશે. આ ઉપરાંત સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે ફેકટરી શરૂ કરવામાં આવશે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ચાલી રહેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.

ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેકરને જણાવ્યું હતું કે ટાટા જૂથ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેકટરીનું નિર્માણ કરશે. આ ઉપરાંત, જૂથ બે મહિનામાં સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે 20 GW ની ગીગા ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ટાટા ગ્રુપે એક ઠરાવ કર્યો છે, જે પૂરો થવાનો છે.

અન્ય ઓટોમોબાઈલ કંપનીઓની જેમ ટાટા મોટર્સનું ફોકસ પણ ઇલેક્ટ્રિક વાહનો પર વધી રહ્યું છે. કંપની EVsની વધતી જતી માંગનો લાભ ઉઠાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ માટે રોકાણ બે તબક્કામાં થવાનું છે, જેનું કામ આગામી થોડા મહિનામાં શરૂ થશે.

સમિટમાં બોલતા એન ચંદ્રશેખરને કહ્યું કે આર્થિક વૃદ્ધિની અસરને કારણે જબરદસ્ત સામાજિક વિકાસ પણ થયો છે. ગુજરાતે સ્પષ્ટપણે પોતાને ભવિષ્યના પ્રવેશ દ્વાર તરીકે સ્થાન આપ્યું છે. તેમણે રાજ્યમાં જૂથની હાજરીને વિસ્તૃત કરવા માટે ઘણી પ્રતિબદ્ધતાઓને પ્રકાશિત કરી.

Most Popular

To Top