National

કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ફગાવ્યું, સોનિયા અને ખડગે અયોધ્યા જશે નહીં

નવી દિલ્હી: કોંગ્રેસે (Congress) રામ મંદિર (Ram temple) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં (Program) હાજરી આપવાના આમંત્રણને (Invitation) ફગાવી દીધું છે. પાર્ટી દ્વારા એક નિવેદન (Statement) બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેના આમંત્રણને સન્માનપૂર્વક નકારી (Denied) કાઢવામાં આવ્યું છે. તેમજ 22 જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી (Sonia Gandhi) અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) સહિત કોઈ કોંગ્રેસી નેતા અયોધ્યા જશે નહીં.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યા જવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓને રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં 22 જાન્યુઆરી 2024ના રોજ હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ RSS અને BJPએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે.

જયરામ રમેશે વધુમાં કહ્યું કે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટપણે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે. 2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરીને અને ભગવાન રામ ભગવાન રામને માન આપનારા લાખો લોકોની લાગણીનું સન્માન કરીને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓએ ભાજપ અને RSS દ્વારા યોજાયેલા આ કાર્યક્રમના આમંત્રણને આદરપૂર્વક નકારી કાઢ્યું છે.

રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો
કોંગ્રેસ પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ અને આરએસએસએ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણી લાભ માટે કરવામાં આવી રહ્યું છે

ચૂંટણી લાભાર્થે અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન
કોંગ્રેસે નિવેદનમાં કહ્યું કે કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ હંમેશા માણસનો અંગત મામલો રહ્યો છે, પરંતુ ભાજપ અને આરએસએસે રામ મંદિરને રાજકીય મામલો બનાવી દીધો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ માટે કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top