Charchapatra

સાચી લોકશાહી તે આનું નામ

ન પ્રચાર, ન મતદાન, 44 લાખમાં સરપંચ પદ ખરીદયું. ખરેખર મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લા હેડકવાર્ટરથી લગભગ 30 કિ.મી. દૂર ભટૌલી ગામના નિવાસીઓએ મંગળવારે સરપંચપદની હરાજી કરી ગ્રામીણોએ પરસ્પર નક્કી કર્યું કે જે જેટલા પૈસા ખર્ચ કરશે તેને સર્વાનુમતે ગામનો સરપંચ ચુંટી લેવામાં આવશે. ગ્રામીણોનું કહેવું છે કે ચૂંટણી યોજાશે તો તેમાં પૈસા બરબાદ થશે. ચૂંટણીમાં લોકો દારૂ વગેરે પાછળ પસસા વેડફતા હતા એટલા માટે બોલી લગાવી એક વ્યકિતને નિર્વિરોધ સરપંચ ચૂંટવાનો નિર્ણય લેવાયો. બધાએ નક્કી કર્યું કે સૌ ભાગ્યસિંહને નિર્વિરોધ સરપંચ ચૂંટવામાં આવશે કોઇ તેમની સામે ઉમેદવાર તરીકે મેદાને નહીં ઉતરે. સૌભાગ્ય સિંહે જણાવ્યું કે સરપંચપદ માટે બોલવામાં આવેલી બોલીની રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં થશે. ગામમાં રસ્તા, પાણી અને અન્ય જે પણ જરૂરી કામ હશે તેને પૂરા કરવામાં આવશે. જયારે મંદિર બનાવવા માટે પણ પૈસાનો ઉપયોગ થશે. ગ્રામ પંચાયત ભટોલીમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. પરંતુ તે પહેલાજ અહીં ગ્રામીણ લકોએ પોતાના સરપંચ ચૂંટી લીધા છે. બાઇ ધ પીપલ, ઓફ ધી પીપલ, ફોર ધ પીપલ એ જ સાચી લોકશાહી.
ગંગાધરા   – જમિયતરામ હ. શર્મા  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top