Gujarat

ચુંટણી પહેલા જ રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી: ધવલ પટેલ બન્યા અમદાવાદનાં નવા કલેકટર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Elections) નજીક આવતા જ અધિકારીઓની બદલીની મોસમ શરુ થઇ ગઈ છે. રાજ્યના 23 IAS અધિકારી(Officers)ઓની બદલી(Transfer) કરવામાં આવી છે. જેથી હવે અમદાવાદ(Ahmedabad)ના કલેક્ટર(collector) તરીકે ધવલ પટેલ(Dhaval Patel)ની નિમણુક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના કમિશનર તરીકે એમ. થેન્નારેસન(M Thennarasan) મૂકવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,  પહેલા પોલીસ વિભાગ ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરોની બદલી બાદ હવે રાજ્યમાં IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગઇકાલે 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે 

IAS અધિકારી સ્થળે બદલી કરાઈ
એમ. થેન્નારેસનAMC કમિશનર
રાહુલ ગુપ્તાGIDCના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ
ધવલ પટેલઅમદાવાદ કલેક્ટર
ડી.એસ ગઢવીઆણંદ કલેક્ટર
ધરમેન્દ્રસિંહ જાડેજાડાંગ-આહવા કલેક્ટર
જી. ટી. પંડ્યામોરબી કલેક્ટર
બી. આર. દવેતાપી-વ્યારા કલેક્ટર
પ્રવીણા ડી. કે.ગાંધીનગર કલેક્ટર
બી. કે. પંડ્યામહિસાગર-લુણાવાડા કલેક્ટર
દિલિપ રાણાકચ્છ-ભૂજ કલેક્ટર
યોગેશ નિરગુડેગાંધીનગર આદિવાસી વિકાસ ડાયરેક્ટર
આર. એ. મેરજાભાવનગર કલેક્ટર
પી. આર જોશીભરૂચના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
બી. કે. વસાવાસુરતના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
એસ. ડી. ધાનાણીદેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
સંદિપ સેગલેગાંધીનગર કોર્પોરેશન કમિશનર
એમ. વાય. દક્ષિણિસરકારના એડિશનલ સેક્રેટરી
હરજી વાધવાનીયાATMA ના ડાયરેક્ટર
મનિષ કુમારગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર
જે. બી. પટેલગાંધીનગર યુથ સર્વિસ એન્ડ કલ્ચર એક્ટિવિટીના ડાયરેક્ટર
યોગેશ ચૌધરીદક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર
કે. એસ. વસાવાટેક્નિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર
જેશમીન હસરતગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લી.ના મેનેજીંગ ડાયરેક્ટર

તાપી કલેકટરની બદલી
IAS અધિકારીઓની બદલીમાં તાપી કલેકટરની પણ બદલી થઇ છે. બી.આર દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બી.કે પંડ્યાની મહિસાગર-લુણાવાડાના કેલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણા ડિ.કે. ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કરલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જી.ટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Most Popular

To Top