SURAT

પશ્ચિમ રેલવે ઉધના-મેંગલોર સહિત ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

સુરત : પશ્ચિમ રેલવેએ ઉધના-મેંગલોર સહિત ત્રણ સ્પેશિયલ ટ્રેનો (Special Train) દોડાવવાની જાહેરાત કરી છે. રેલવેના (Railway) સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે ટ્રેન નંબર 09057-90958 ઉધના-મેંગલોર એક્સપ્રેસના ચાર ફેરા દોડાવશે. જે 1-2-5-6 માર્ચના રોજ બંને દિશામાં દોડશે. ટ્રેન ઉધનાથી રાત્રે 20.00 વાગે ઉપડીને બીજા દિવસે સાંજે 19.40 વાગે મેંગલોર પહોંચશે. તે ટ્રેન મેંગલોરથી રાત્રે 21.10 વાગે રવાના થઈને બીજા દિવસે 21.05 વાગે ઉધના પહોંચશે.

  • ટ્રેન નંબર 09057-90958 ઉધના-મેંગલોર એક્સપ્રેસના ચાર ફેરા તા. 1-2-5-6 માર્ચના રોજ બંને દિશામાં દોડશે
  • ટ્રેન નંબર 09025-09526 ઓખા-નાહરલગુન એક્સપ્રેસ 7 માર્ચે ઓખાથી રાત્રે રવાના થઈને નાહરલગુન પહોંચશે

રસ્તામાં આ ટ્રેન વલસાડ, વાપી, પાલઘર, વસઈ, પનવેલ, રોહા, માનગાંવ, કરમાલી, મડગાંવ સહિતના સ્ટેશનો પર થોભશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09412-09411 અમદાવાદ-કરમાલી એક્સપ્રેસના બે ફેરા દોડાવાશે. ટ્રેન અમદાવાદથી 7 માર્ચના રોજ સવારે 9.30 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 4.25 વાગે કરમાલી પહોંચશે. તેમજ 8 મી માર્ચે કરમાલીથી આ ટ્રેન સવારે 9.20 વાગે રવાના થશે અને બીજા દિવસે સવારે 7 વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ, પનવેલ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સાવંતવાડી રોડ સહિતના સ્ટેશનો પર થોભશે. ટ્રેન નંબર 09025-09526 ઓખા-નાહરલગુન એક્સપ્રેસ 7 માર્ચના રોજ ઓખાથી રાત્રે 22.00 વાગે રવાના થઈને 10 મી માર્ચના રોડ નાહરલગુન પહોંચશે. તે ટ્રેન નાહરલગુનથી 11 માર્ચના રોજ સવારે 10.00 વાગે રવાના થશે અને 14 મી માર્ચના રોજ ઓખા પહોંચશે.

26 ફેબ્રુઆરી 2023ની અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
દક્ષિણ પૂર્વ રેલવે પર જન આંદોલનને કારણે 23 ફેબ્રુઆરી 2023ના રોજ હાવડાથી દોડતી ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. તદનુસાર, 26 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ પેરિંગ રેકની ઉપલબ્ધતા નહીં હોવાને કારણે રદ રહેશે.

Most Popular

To Top