Gujarat

નવસારી, વલસાડ અને ડાંગમાં કાલથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. ૩૦ જૂન થી ૦૨ જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. તેમ IMDના અધિકારી મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયું હતું.

સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી. વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચર્ચા દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

Most Popular

To Top