Business

આ સપ્તાહ પડકારભર્યું રહી શકે: ટૂંકા ગાળા માટેના આક્રમક સોદાઓ કરવાથી દૂર રહો

ઓકટોબર સિરિઝના અંતે પ્રવાહો ઘણા સાવધાનીભર્યા જણાયા. ધીમા ગાયરેશનોએ પ્રવાહોને ઉપર તરફ આગળ વધવા પુરતી મજબૂતી આપી છે. સપ્તાહની શરૂઆતમાં અસ્થિરતા જણાઇ પરંતુ સારા વૈશ્વિક સંકેતોએ ફરી એકવાર તેજીની ગતિ પ્રસ્થાપિત કરી. જયારે પોઝિટિવ પવનો ફૂંકાવા માંડયા છે ત્યારે આપણે પ્રવાહોની તાણ પર પણ નજર રાખવાની જરૂર છે.
ગયા લેખમાં અમે વધુ વધારાઓ અને સ્ટેડી માર્કેટોની વાત કરી હતી. તે પ્રમાણે જ બજારોને ઉંચાઇએ હોલ્ડ કરવામાં કોઇ મુશ્કેલી નડી નહીં. Q2ના સારા પરિણામવાળા લાર્જકેપ શરોએ નિફટીની આગેકૂચમાં સારો ફાળો આપ્યો.
પરંતુ બેંક શેરોનો દેખાવ અપેક્ષા મુજબનો નહીં રહેતા તેઓ તેજીના ઉત્સાહને ઘટાડી રહ્યા છે. કિંમતો સપ્ટેમ્બર 30ની નીચાઇએથી ઘણી સ્માર્ટ રીતે ઉપર તરફ વધી છે અને મંદીનો જે ખયાલ ઝળુંબી રહ્યો હતો તેને કંઇક અટકાવ્યો છે.

બજારમાં અત્યારે સ્થિતિ છે તે જોતા અટકળો કરવા કરતા શું બને છે તેની રાહ જોવું વધુ બહેતર છે. ઉતાવળે ટૂંકા ગાળાના ખયાલ સાથે ટ્રેડિંગ કરનારાઓને પસ્તાવાનો વખત આવે તેવી સ્થિતિ છે. અમે નોંધી શકીએ છીએ કે આવતા સપ્તાહમાં 18000 પર ઘણું પુટ રાઇટીંગ થઇ શકે છે જે ઘટાડાને અટકાવી શકશે પરંતુ નિફટી તેજીની દોડ ફરી મેળવવામાં નિફટી શ્રેષ્ઠ દેખાવ કરશે એવું કહી શકાય તેમ નથી.

આગામી સપ્તાહ આપણા માટે કંઇક પડાકારભર્યું હશે. ટ્રેન્ડસ અત્યારે અગત્યના ઝોન પર છે. મેકસીમમ પેઇન પોઇન્ટસ 18000 અને 46000 પર છે ત્યારે આપણે એ જોવાનું રહે છે કે આ લેવલો પર કેવું વર્તન કરીને બજાર પોતાની આગામી દિશા નક્કી કરે છે. જયાં સુધી ઇન્ડેકસ સ્ટેડી રહે છે ત્યાં સુધી મિડ-કેપમાં એકશન ચાલુ રહેશે. ચાર્ટ પરની નાઇસ સપોર્ટ લાઇન આપણા માટે સૌથી નજીકનો ચિંતાનો પોઇન્ટ છે. તે તૂટે નહીં ત્યાં સુધી આપણે કેશ અને ફયુચર્સ બંનેમાં લોંગ પોઝિશનો ચાલુ રાખી શકીએ છીએ. આવર્લી ચાર્ટસ પરની મેડિઅન લાઇન કંઇક આશાનું કિરણ જન્માવે છે. હાલમાં હાઇલાઇટ થયેલો ઝોન 18000ની આજુબાજુ છે જયાં સર્જાતા ડીપ્સ આ સપ્તાહે સ્ટેડી સપોર્ટ પુરો પાડવાનું ચાલુ રાખશે.

Most Popular

To Top