Gujarat

આત્મનિર્ભર ભારતના બેઝ સાથેનું આ વિકાસ કેન્દ્રી બજેટ છે: મુખ્યમંત્રી

GANDHINAGAR : આત્મનિર્ભર ભારતની છબિ ભલિભાતિ ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગર્વમેન્ટ મેક્સિમમ ગર્વનન્સના ધ્યેય સાથે વિકાસ કેન્દ્રી બજેટ છે. તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણી (VIJAY RUPANI) એ કેન્દ્ર સરકારના નાણાં મંત્રીએ રજુ કરેલા કેન્દ્રીય બજેટ ( CENRAL BUDGET) ને આવકારતાં જણાવ્યું હતું.વિજય રૂપાણીએ વધુમાં કહ્યું કે, ખેડૂત, યુવારોજગારી, મહિલા વિકાસ અને MSME નાના-મધ્યમ કદના ઊદ્યોગો માટે આ બજેટમાં વિશેષ ચિંતા કરવામાં આવી છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ માટે, આરોગ્ય સુવિધાના વિકાસ માટે પણ પ્રાવધાન દ્વારા સૌના આરોગ્યની, સામાન્ય માનવીના જીવનની સુખાકારીની કાળજી લેવામાં આવી છે.
આરોગ્ય યોજનાઓ માટે ૬પ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રોના મજબૂતીકરણ, તમામ રાજ્યોના હેલ્થ ડેટા તૈયાર કરવા તેમજ કોરોના જેવી મહામારી, વાઇરસ જન્ય રોગો સામે ભવિષ્યમાં લડવાની તાકાતમાં વધારો કરવા દેશભરમાં ૪ નવી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાઇરોલોજી કાર્યરત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ મહત્વની છે.


નવા બજેટમાં ગુજરાતને આ વિશેષ લાભ
આ બજેટથી ગુજરાતને થનારા વિશેષ લાભોની છણાવટ કરતાં જણાવ્યું કે, બજેટ-૨૦૨૧થી ગુજરાતના ગિફ્ટ સિટીને ખૂબ લાભ થવાનો છે. (BSE – NSE) માં રોકાણકર્તાઓને એમના વિદેશી મૂડીરોકાણ પરના ટેક્સમાં રાહત આપવામાં આવી છે. ઉપરાંત, એરક્રાફ્ટ લિઝિંગ કંપનીઓને પણ કેપિટલ ગેઇનમાં લાભ મળશે. નવી નવી એરક્રાફ્ટ લિઝીગ કંપનીઓ ગુજરાતમાં આવશે. ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ગિફ્ટ સિટીમાં બેન્કીંગ યૂનિટમાં રોકાણ કરશે તેમને કેપિટલ ગેઇન ટેક્સમાં જે છૂટ આપવામાં આવી છે તેનાથી પણ ગિફ્ટ સિટીને વધુ વેગ મળશે. ઇન્વેસ્ટમેન્ટ ફંડને મળેલા પ્રોત્સાહનને કારણે આવનારા દિવસોમાં ગિફિટ સિટીમાં ખુબ રોકાણ આવશે. દેશમાં ૧૦૦ સૈનિક સ્કૂલ અને ૭૫૦ એકલવ્ય મોડલ શાળા નિર્માણ કરવાના નિર્ણયથી વનબંધુ સહિત તમામ વર્ગના યુવાનો માટે શિક્ષણ અને કારકિર્દીના ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી છે.


બજેટમાં ગુજરાતના દરિયા કિનારાને ધ્યાનમાં રાખી વિશેષ જોગવાઈ
નાબાર્ડ ઉપરાંતની માઈક્રો ઈરીગેશન માટેની નાણાકીય જોગવાઇ અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ આધુનિક ખેતીના વિકાસ માટે સરકારના અભિગમને સ્પષ્ટ કરે છે. ગુજરાતના દરિયા કિનારાને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં વિશેષ જોગવાઇ કરવામાં આવી છે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ આવનારા સમયમાં ગુજરાતને લાભ થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top