National

1 જુલાઈથી પ્લાસ્ટિકની આ વસ્તુઓ પર લાગશે પ્રતિબંધ

નવી દિલ્હી(New Delhi): દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ(Singla use) પ્લાસ્ટિક(Plastic) પર પ્રતિબંધ(Ban) મૂકવામાં આવશે. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. 1 જુલાઈથી આ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકની બનેલી એવી વસ્તુઓ, જેનો આપણે માત્ર એક જ વાર ઉપયોગ કરી શકીએ છીએ અથવા તેને ફેંકી શકીએ છીએ અને જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.

પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, પર્યાવરણ સુરક્ષા કાયદા હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ હવે આ વસ્તુઓનો ઉપયોગ કરે છે, તો તેને આ કાયદાની કલમ 15 હેઠળ દંડ અથવા જેલ અથવા બંને સજા થઈ શકે છે. કલમ 15માં 7 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

કઈ વસ્તુઓ પર પ્રતિબંધ છે

  1. પ્લાસ્ટિક સ્ટિક ઈયર બડ્સ
  2. ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક સ્ટિક
  3. પ્લાસ્ટિક ફ્લેગ્સ
  4. કેન્ડી સ્ટિક
  5. આઈસ્ક્રીમ સ્ટિક
  6. થર્મોકોલ
  7. પ્લાસ્ટિક પ્લેટ
  8. કપ
  9. ગ્લાસ
  10. કટલરી
  11. ફોર્ક્સ
  12. સ્પૂન
  13. કેન્ફે
  14. સ્ટ્રો
  15. ટ્રે
  16. ફિલ્મ રેપિંગ અથવા સ્વીટ બોક્સ પેકિંગ
  17. આમંત્રણ કાર્ડ
  18. સિગારેટ પેકેટ્સ
  19. 100 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનર
  20. સ્ટિરર

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ
કેન્દ્ર સરકારે હવે 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભવિષ્યમાં તેમાં બીજી વસ્તુઓ પણ ઉમેરવામાં આવશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પ વિશે પણ જણાવ્યું છે. પ્લાસ્ટિક બેગને બદલે કોટન બેગનો ઉપયોગ કરી શકાય. તેમજ, પ્લાસ્ટિકના બનેલી ચમચીને બદલે, તમે વાંસની લાકડીનો ઉપયોગ કરી શકો છો, પ્લાસ્ટિકના કપને બદલે, કુલહડનો ઉપયોગ કરી શકાય છે.

શું હવે પ્લાસ્ટિકની વધુ વસ્તુઓ પર પ્રતિબંધ લાગશે?
દેશમાં પહેલાથી જ 50 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે. 30 સપ્ટેમ્બરથી 75 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વર્ષે 28 માર્ચે, સરકારે લોકસભામાં કહ્યું હતું કે 31 ડિસેમ્બર, 2022 થી 120 માઇક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

Most Popular

To Top